________________
-
-
-
-
-
-
-
પટ્ટાવલી ]
પ૩ : શ્રી ઈદિન, આર્યદિન્ન ને સિહગિરિ ચાર કુળની ઉત્પત્તિના પિતામહ-દાદા, શ્રેષ્ઠ અને દશ પૂર્વના ભંડાર એવા વવામી મુનિશ્રેષ્ઠને હું વાંદુ છું.
શ્રી આર્યસુહસ્તિ અને વાસ્વામીના અંતરાળમાં–વચગાળના સમયમાં (૧) શ્રી ગુણસુંદર સૂરિ, (૨) શ્રી કાલકીચાર્ય, (૩) શ્રી રકંદિલાચાર્ય, (૪) શ્રી રેવતીમિત્ર સૂરિ, (૫) શ્રી ધર્મસૂરિ, (૬) શ્રી ભદ્રગુપ્તાચાર્ય અને (૭) શ્રી ગુતાચાર્ય એમ સાત યુગપ્રધાને થયા. શ્રી વીર નિર્વાણ પછી પ૩૩ વર્ષે શ્રી આર્યરક્ષિતસૂરિથી સલેખના કરાયેલા શ્રી ભદ્રગુપ્તાચાર્ય સ્વર્ગે સંચર્યા એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે પરંતુ દુષમા સંધસ્તવયંત્રના અનુસારે ૫૪૪ વર્ષે શ્રી આર્યરક્ષિતસૂરિની દીક્ષા થઈ હોય તે ઉપર જણાવેલ એટલે કે પ૩૩ વર્ષને ઉલ્લેખ બંધબેસત થઈ શકે નહિ, આથી તે વરતુ બહુશ્રુતગમ્ય જાણવી.
શ્રી વિરનિર્વાણ પછી ૫૪૮ વર્ષે ત્રિરાશિકમત(જીવ, અજીવ ને જીવ)ને જીતનારા શ્રી ગુપ્તાચાર્ય સ્વર્ગવાસી થયા. તથા પરપ વર્ષે શ્રી શત્રુંજયને છેદ છે એટલે યાત્રા બંધ થઈ ગઈ અને ૫૭૦ વર્ષે જાવડશાહે તે તીર્થને ઉદ્ધાર શ્રી વજસ્વામીની સહાયથી કર્યો. ૧૦ શ્રી ઈદ્રન્નિસૂરિ, ૧૧ શ્રી આર્યદિન્નસૂરિ, ૧૨ શ્રી સિંહગિરિ ગોત્ર કોશિક : ગાત્ર ગોતમ
ગોત્ર કોશિકઃ ઉક્ત ત્રણે પટ્ટધરોના સમયમાં વિશેષ જાણવા લાયક હકીકત મળતી નથી. ઈંદ્રદિનસૂરિના સમયમાં બીજા કાલકાચાર્ય થયા. આ ઉપરાંત આર્ય ખપૂટાચાર્ય, આર્ય મંગુ, વૃદ્ધવાદીસૂરિ, પાદલિપ્તાચાર્ય તથા સિદ્ધસેન દિવાકર સૂરિ પણ આસપાસના અરસામાં થયા છે. શ્રી સિંહગિરિ મહાસમર્થ જ્ઞાની હતા. વજીસ્વામીના તેઓ ગુરુ હતા. તેઓને જાતિવમરણ જ્ઞાન હતું એમ કહેવાય છે.
આય કાલક ધારાવાસ નગરના રાજા વીરસિંહ અને સુરસુંદરીના તેઓ પુત્ર હતા. તેમને સરસ્વતી નામની બહેન હતી. અશ્વ ખેલાવવા નગર બહાર જતાં તેમને ગુણાકરસૂરિને મેળાપ થયો. ગુએ પણ
ગ્ય પાત્ર જાણી રત્નત્રયીને ઉપદેશ આપી સાચું તત્ત્વ સમજાવ્યું. સાચા તત્વની પ્રતીત થતાં તેમણે ગુમહારાજને દીક્ષા આપવાની વિનંતિ કરી. ગુરુએ માત-પિતાની અનુમતિ લાવવા જણાવ્યું. રજા મેળવી તેમણે પોતાની બહેન સરસ્વતી સાથે કુમારાવસ્થામાં જ ચારિત્ર અંગીકાર કર્યું. કાળક્રમે બુદ્ધિ-ચાપલ્યથી અને પ્રજ્ઞાતિશયથી કલિક મુનિ સર્વ શાસ્ત્ર શીખી ગયા તેથી ગુરુએ તેમને પોતાના પદે નિયુક્ત કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org