________________
પટ્ટાવલી ]
- ૫૯ -
શ્રી વૃદ્ધવાદી ને સિદ્ધસેન દિવાકર
વાંચવું. આથી સમયને ઓળખી તેમણે તેઓ સમજી શકે તેવી સરળ ભાષામાં મજાને રાગ કાઢીને ગરબો ગાયો. આ સાંભળી ગોવાળે ખુશખુશ થઈ ગયા અને વૃદ્ધવાદી છત્યાની જાહેરાત કરી.
પ્રતિજ્ઞાથી બંધાયેલ સિદ્ધસેને કહ્યું કે મને આપને શિષ્ય બનાવો.” ગુરુ બેલ્યા – સિદ્ધસેન ! આ કઈ વાદ ન કહેવાય, ગોવાળને પાંડિત્યની શી કિંમત ? આપણે રાજસભામાં જઈ વાદ કરીએ.” પણ સિદ્ધસેન અભિમાની હોવા સાથે એકવચની પણ હતા. તેણે કહ્યું કે “ગુરુજી! તમે સમય ઓળખી શકે છે, આપ જીત્યા છે માટે મને હવે વિનાવિલંબે શિષ્ય બનાવ.” છતાં ગુરુ તેને લઈ ભરુચ આવ્યા અને રાજસભામાં ફરી વાદવિવાદ થતાં તેની હાર થઈ. ગુરુએ તેમને દીક્ષા આપી કુમુદચન્દ્ર નામ રાખ્યું.
જાણે પૂર્વપરિચિત હોય તેમ કુમુદચંદ્ર અલ્પ સમયમાં શાસ્ત્રોને અભ્યાસ કરી લીધું. તેની અપૂર્વ શક્તિથી રંજિત થઈ ગુરુએ તેમને “સર્વજ્ઞપુત્ર”નું બિરુદ આપ્યું. કેટલાક સમય પછી તેમને આચાર્ય બનાવ્યા અને કુમુદચંદ્ર નામ બદલી સિદ્ધસેનસૂરિ એવું નામ રાખ્યું.
એકદા વિહાર કરતાં કરતાં તેઓ વિક્રમાદિત્યની રાજધાની ઉજજયની નગરીમાં આવ્યા. લેકે સાપુત્રની જય” એમ કહી તેમની સ્તુતિ કરવા લાગ્યા. રાજ ઈતરધમ હતો. જૈન શાસનના સૂરિની આવી પ્રશંસા થતી જોઈ રાજાને સ્વાભાવિક ઈર્ષ્યા ઉપજી તેથી સત્ય વસ્તુ જાણવા તેણે મનથી નમસ્કાર કર્યો. સિદ્ધસેને તેનો અભિપ્રાય જાણી ઊંચે સ્વરે “ધર્મલાભ' આપ્યારાજાએ તેનું કારણ પૂછતાં કહ્યું કે આ તમારા માનસિક નમસ્કારનું ફળ છે. રાજા આશ્ચર્યચકિત બની ગયો અને ક્રોડ સેનૈયાનું દાન આપવા રાજપુરુષને આદેશ આપ્યો.
સુરિજી એ કહ્યું કે- અમારે ત્યાગીઓને દાનની જરૂર નથી, જે મનુષ્યો દેવાથી દુ:ખી થતા હોય તેને મત કરો.' ગુરુઆજ્ઞાથી રાજા એ સઘળું દાન એવા દેવાદારને આપી સમુક્ત કર્યા અને પિતાને સંવત્સર પ્રવર્તાવ્યું, જે અદ્યાપિ પર્યંત ચાલુ જ છે.
સુરિજી વિહાર કરતાં કરતાં ચિત્રકૂટ (ચિતોડ) પધાર્યા. ત્યાં તેમની દષ્ટિ ચિત્ય પાસે ઊભા કરેલા એક સ્થંભ પર પડી. તેમને આ સ્થંભ જોઈ આશ્ચર્ય થયું. તે સ્થંભ ઔષધિઓનો બનાવેલો હતો. સુરિજીએ ઔષધીઓ સુધી સુંઘીને પરીક્ષા કરવા માંડી અને પછી પોતે અનેક ઔષધીઓનો એક લેપ તૈયાર કરાવ્યો. તે લેપ સ્થંભના મુખ ઉપર પડતાં મુખ-દ્વાર ઉઘડયું, એટલે અંદર હાથ નાખી એક પુસ્તક લીધું. તેનું પ્રથમ પાનું વાંચતા બે વિદ્યાઓ જેઇ. સૂરિએ શાંતચિત્તે તે અવધારી લીધી. તે સુવર્ણસિદ્ધિ અને સરસવી નામની બે વિદ્યા હતી. પહેલાના પ્રભાવથી લોઢાનું સુવર્ણ બને અને બીજીથી મંત્રેલા સરસવ પાણીમાં નાખતા હથિયારબંધ ઘોડેસ્વાર નીપજે, પણ જેવું બીજું પાન કરાવવા ગયા કે તરત આકાશવાણી થઈ કે “બસ કરો’ એટલે સૂરિએ પુસ્તક પાછું મૂકી દીધું. થાંભલો ભીડાઈ ગયે.
કેટલાક સમયના આંતરા પછી તેઓ કર્માપુર નગરે આવ્યા. ત્યાંને રાજા દેવપાળ પણ સૂરિજીના સમાગમથી તેમની પ્રત્યે પ્રીતિવાળે થયો. એવામાં પાડોશનો રાજા વિજયવર્મા મોટું લશ્કર લઈ ચડી આવ્યું. દેવપાળ તેને જીતી શકે તેવી સ્થિતિમાં ન હતો. તેણે સૂરિજીને વાત કરી. સૂરિએ બંને વિદ્યાના પ્રતાપે અઢળક દ્રવ્ય અને મોટું ઘોડેસ્વાર સૈન્ય નીપજાવ્યું. શત્રુરાજાને સમાચાર મળતાં તે તે પલાયન જ થઈ ગયો. આ પ્રસંગથી દેવપાળ રાજા સૂરિજીને અનન્ય ભક્ત બન્યા અને જેને ધર્મ અંગીકાર કર્યો. પ્રજાસમૂહને બોલાવી રાજાએ સિધ્ધસેનસૂરિને “દિવાકર”ની માનવંતી પદવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org