________________
પાદલિપ્તસૂરિ
[ શ્રી તપાગચ્છ
નવ પુત્ર થશે.આ સાંભળી પ્રતિમા બોલી કે-“મહારાજ! મારો પ્રથમ પુત્ર આપને અર્પણ કરું છું કારણ કે તે મારાથી દૂર રહે તેમાં મને શો લાભ? ”
સમય વ્યતીત થતાં શેઠાણીએ ગર્ભ ધારણ કર્યો. દિવસે પૂર્ણ થતાં સુલક્ષણયુક્ત પુત્ર જન્મ્યો અને પ્રતિમાએ આવીને ગુરુમહારાજને ચરણે ધર્યો. ગુરુમહારાજે તેની સારસંભાળ લેવાની સૂચના સાથે તેને પાછો ઍો. પુત્રનું નામ નાગે રાખવામાં આવ્યું. લાલન પાલન કરાવે તે પુત્ર આઠ વર્ષનો થયો એટલે ગુરુમહારાજે તેને પોતાની પાસે રાખ્યો.
નાગહસ્તિસૂરિને સંગમસિંહ નામે ગરુભાઈ હતા, આચાર્યશ્રીના ઉપદેશથી તેમણે તેમને દીક્ષા આપી અને મંડન નામના ગણિને અધ્યયન માટે તે બાળસાધુ સંપ્યો. તેમની પ્રજ્ઞા ઘણી તીવ્ર હતી. અન્ય મુનિરાજોને આપવામાં આવતે પાઠ પણ તે અવધારી લેતા તે સ્વઅયનની તે વાત જ શી? એક વર્ષમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિમાં તેઓ પ્રખર પંડિત થયા.
એક દિવસે ગુરુમહારાજે તે બાળસાધુને કાંજી લાવવા માટે મોકલ્યા. લાવીને જે સ્ત્રીએ કાંજી વહેરાવેલ તેનું શુંગારયુક્ત વિવેચન ગુરુમહારાજને જણાવ્યું. પછી ગુરુમહારાજે તેમને પોતાના સ્થાન પર નિયુક્ત કર્યો અને “પાદલિપ્ત” એવું નામ આપી આકાશગામિની વિદ્યા શીખવી.
શાસનની પ્રભાવના વિસ્તારવા માટે ગુરુએ તેમને મથુરા મોકલ્યા. ત્યાંથી પાટલીપુર ગયા કે જ્યાં મુરંડ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ સમયે કોઈ કુશળ પુરુષે ગોળાકાર ગુંથેલ તંતુઓ મેળવીને તેને પ્રાંત ભાગ ગોપવી દીધેલ એવો દડો ભેટ કર્યો. રાજાએ પ્રજ્ઞાની પરીક્ષા માટે તે દડો પાદલિપ્તસૂરિ પાસે મોકલા, બુધિના પ્રભાવથી તેને મીણથી મેળવેલ જોઈ, ઉણુ જળ માં નાખી તંતુને પ્રાંત ભાગ મેળવ્યો અને તેને છૂટો કરીને રાજા પાસે મોકલ્યો. રાજા આશ્ચર્ય પામ્યો. વધુ પરીક્ષા માટે રાજાએ વૃક્ષની એડ યષ્ટિકા બંને બાજુ બરાબર પાલીસ કરાવી તેનું મૂળ અને અગ્ર ભાગ જાણવાના હેતુથી મોકલી એટલે ગુરુમહારાજે તેને જળમાં નખાવી. મૂળ વજનદાર હોવાથી પાછળ રહ્યું અને આગલે ભાગ આગળ ચાલ્યો એમ વિભાગ કરી રાજાને પાછી મોકલાવી. વળી જેનાં સાંધા જાણવામાં ન આવે તેવી ડાબલી મોકલતાં ઉષ્ણ જળમાં નાખી, તે ઉઘાડી રાજાને પાછી મોકલી.
રાજાએ તે પરીક્ષા કરી ૫ણ રાજાના મંત્રીઓ કેવા વિચક્ષણ છે તે તપાસવા માટે પાદલિપ્તાચાર્યે તંતુઓથી ગુંથેલ અને માંસની પેશી સમાન ગાળ તુંબડું રાજસભામાં કહ્યું પણ કોઈ તેને છૂટું કરી શકયું નહીં. પછી ગુરુએ સ્વશક્તિથી તે કરી બતાવ્યું.
એકદા રાજાને શિરેવેદના ઉપડી. ગુરુએ સ્વશક્તિથી તે શાંત કરી. આથી રાજાનું મન ગુરુ તરફ સવિશેષ આકર્ષાયું. પછી કેટલાક સ્થળે વિહાર કરી તેઓ લાટ દેશમાં આવેલ કારપુરમાં આવ્યા.
બુદ્ધિપ્રગભતા વિશેષ હેવા છતાં ઉમ્મર નાની હોવાથી એકદા બાળક સાથે તેઓ બાળાચિત રમત રમતા હતા ત્યાં તેમનું માહાત્મથી ચમત્કાર પામેલા કેટલાક શ્રાવકે વંદન નિમિત્તે આવ્યા
જ પૂછયું કે “યુગપ્રધાન પાદલિપ્તસૂરિને ઉપાશ્રય કયાં છે ?’ તેમને જવાબ આપી અન્ય દ્વારથી અંદર આવી પિતે એક ઉન્નત આસન પર બેઠા. એટલે તે શ્રાવકે આવ્યા તો જે બાળમુનિ ક્રીડા કરતા હતા તે જ પાટ પર બેઠેલા જોવામાં આવ્યા. પછી ગુરુએ તેમને દેશના આપી. શ્રાવકે આશ્ચર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org