________________
પટ્ટાવલી ] : ૬૦ :-
શત્રુંજયોધ્ધાર જાવડશાહે કરેલ શત્રુંજયે દ્વાર કાંપિલ્યપુરમાં ભાવાડ નામે શ્રેણી વસતે હતો. તેને ભાલા નામની ધર્મપરાયણ સ્ત્રી હતી ભાગે ચંચળા લક્ષ્મીએ ભાવડના ગૃહાંગણનો ત્યાગ કર્યો છતાં તેની ધર્મશ્રદ્ધામાં જરા પણ ઊણપ ન આવી. ધર્મ પ્રત્યેનું તેનું સર્વ પ્રતિદિન વૃદ્ધિગત થવા લાગ્યું. પછી ભાવલાએ એકદા સ્વગૃહે આવેલા બે મુનિવરને પિતાને દ્રવ્ય પ્રાપ્તિ કયારે થશે તેવો પ્રશ્ન પૂ. મુનિવરેએ કહ્યું કે- આજે એક જાતિવંત ઘોડી વેચાવા આવશે તે ખરીદી લેજે. તેનાથી તમને વિપુલ દ્રવ્યની પ્રાપ્તિ થશે. કામધેનુ જેવી ઘોડી ભાવડશાહે ખરીદી અને અમુક સમય વીત્યા બાદ તે ઘડીએ એક અશ્વરત્નને જન્મ આપે. સવ લક્ષણ યુક્ત તે અશ્વની જગતમાં કોઈ જડ ન હતી. તેની ખ્યાતિ સાંભળી તપન નામના રાજાએ તે અશ્વકિશોર ત્રણ લાખ રૂપિયામાં વેચાતો લીધે. પછી તે ભાવડે ઘણી ઘોડી ખરીદી અને તેના ભાગ્ય પ્રભાવથી દરેક ઘોડીએ ઉત્તમ ઉત્તમ અશ્વોને જન્મ આપ્યો. પછી તેણે વિક્રમ રાજાને એકવણું ઘણું ઉત્તમ ઘોડા ભેટ કર્યા જેને પરિણામે ખુશી થઈને વિક્રમ રાજાએ ભાવકને મધુમતી (હાલનું મહુવા) વિગેરે બાર ગામનું આધિપત્ય આપ્યું.
ભાગ્યદેવી જોર કરે ત્યારે કશી વાતની કમીને નથી રહેતી. મધુમતીમાં ભાવડે પ્રવેશ કર્યો કે બીજી બાજુ સગર્ભા ભાવલે, પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રસવે તેમ તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. મહામહેન્સવ કરી, ભાવડે તેનું ગોત્રને ઉચિત જાવડ એવું નામ પાડયું.
આ સમયે કાળપ્રભાવે શત્રુંજયનો અધિષ્ઠાયક કપદ યક્ષ મિથ્યાત્વી થઈ ગયો હતો. શત્રુંજયની આસપાસ પચાસ યોજન સુધી બધું ઉજજડ થઈ ગયું હતું. કોઈ યાત્રાએ જઈ શકતું નહિ. કપર્દી મનુષ્ય–ભક્ષણ કરતો અને તેના રુધિર, ચામ, હાડ, માંસ વિગેરેથી તીર્થાધિરાજની અતી આશાતના થતી. તેના ડરને લીધે કઈ ત્યાં ફરકી શકતું નહીં. એટલે તીર્થ પર તણું વિગેરે પણ વધી ગયું. આવી સ્થિતિમાં કોઈ પ્રભાવિક આચાર્ય, તીર્થોદ્ધાર કરી, નવા યક્ષનું સ્થાપન કરે તે જ યાત્રા સંભવિત બની શકે તેમ હતું.
ભાવાડના મૃત્યુ પછી જાવડ લોકોનું સારી રીતે પાલન કરવા લાગ્યો. આ અરસામાં મુગલ લોકો સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા અને ધન, ધાન્ય વિગેરે લૂંટી મનુષ્યને પોતાના દેશમાં લઈ ગયા. અનાય દેશમાં પણ આર્ય જાવડે સ્વધર્મ સાચવી રાખ્યો. એકદા અનાર્ય દેશમાં વિચરતા સાધુઓનો જાવડને સમાગમ થશે અને તેમના મુખથી પતે શત્રુંજયનો ઉદ્ધાર કરનાર થશે” એમ જાણી, ઘરે જઈ, ચક્રેશ્વરી દેવીનું સ્થાન ધર્યું. એક માસના તપને અંતે દેવીએ સંતુષ્ટ થઈ કહ્યું કે-“અહીંથી તક્ષશિલાનગરીએ જઈ, અહંત પ્રતિમાનું બિંબ લઈ, શત્રુંજય તરફ ચાલજે, દેવીની આજ્ઞાનુસાર મધુમતી નગરીએ પહોંચતાં જ તેમણે ચીન વિગેરે દેશમાં અગાઉ મોકલેલા વહાણે સુવર્ણપ્રાપ્તિ સાથે ત્યાં આવી પહોંચ્યા. વરસ્વામી પણ વિચરતા વિચરતા ત્યાં આવી પહોંચ્યા. સોનુ ને સુગંધ મળવા જેવી વસ્તુસ્થિતિ થઈ જાવડે શત્રજોદ્ધાર માટે સહાયક થવા વજીસ્વામીને વિનતિ કરી. ભાગ્યયોગે તે જ સમયે વજીસ્વામી કેટલાકના મત મુજબ વસેન)ને પ્રતિબધેલ મનુષ્ય મરણ પામી યક્ષપણે ઉત્પન્ન થયેલ તે વંદન નિમિત્તે ત્યાં આવ્યો.
વજુસ્વામીએ શાસનતિ માટે શત્રુંજયાધારમાં તે યક્ષને મદદ કરવા સૂચવ્યું અને જાવડ સહિત પ્રયાણ શરૂ કર્યું. પૂર્વના મિથ્યાત્વી કપદી યક્ષે ત્રાસ આપવામાં અને નવ-નવા વિદનો વધારવામાં કશી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org