________________
ભદ્રગુપ્તાચાર્ય
[ શ્રી તપાગચ્છ વાસ્વામીએ કોઈ ગ્રન્થ, પ્રકરણની રચના કરી હોય તે ઉલેખ નથી. વાસ્વામી સંબંધે મહત્ત્વને ઉલેખ મહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યાયમાં મળે છે જેને સાર એ છે કે પૂર્વે પંચમંગલ મહાગ્રુતસ્કંધ (પંચ નમસ્કારસૂત્ર) પૃથક સૂત્ર હતું, તેની ઉપર ઘણી નિયુક્તિઓ, ભાખે, ચૂર્ણિઓ હતી પણ કાળપ્રભાવથી તેને હાસ થતે ગયે. પછી શ્રી વાસ્વામીએ પંચમંગલ મહાગ્રુતસ્કંધને મૂળ સૂત્રોમાં લખ્યું. એમ જણાય છે કે નવકાર મંત્ર પૂર્વે સ્વતંત્ર સૂત્ર હતું, પરંતુ વાસ્વામીએ સૂત્રોના આરંભમાં ગોઠવ્યા પછી આજ પર્યત તે સૂત્રના આરંભ-મંગળ તરીકે સૂત્રોની સાથે જ જોડાએલ છે.
વાસ્વામીને સમય સંયમપ્રધાન હતા. દુષ્કાળ જેવા સંકટના સમયમાં વિદ્યાપિંડ ગ્રહણ કરવાને બદલે અણુશણ પસંદ કર્યું હતું. સાથે સાથે તે સમયમાં મૂર્તિપૂજાનું પણ બહુ મહત્ત્વ હતું કે છેલ્લી હદે પહોંચેલું હતું એમ ગણી શકાય છે. વજીસ્વામી જેવા પુષ્ય નિમિત્તે કમર કસે તે બતાવે છે કે ચૈત્યપૂજા ધર્મનું એક મહાન અંગ મનાતું હતું, અને તેથી જ તેમને મળેલી બંને શક્તિઓને તેમણે ઉપયોગ કર્યો હતો.
ભદ્રગુપ્તાચાર્ય ભદ્રગુપ્તાચાર્ય સ્વામીના વિદ્યાગુરુ હતા. જ્યારે સીહગિરિને વજસ્વામીની પૂરેપૂરી લાયકાત જણાઈ ત્યારે તેમણે તેમને અવંતી નગરીમાં જઈ ભદ્રગુપ્તાચાર્ય પાસે શેષ શ્રતને અભ્યાસ કરવા આજ્ઞા આપી. આ બાજુ ભદ્રગુપ્તાચાર્યને સ્વમ આવ્યું કે કોઈ અતિથિ આવીને મારું દૂધથી ભરેલું પાત્ર પી ગયો.' આ રવમની હકીકત સ્વશિષ્યોને જણાવી ગુરુમહારાજે કહ્યું કે “સમસ્ત દશ પૂર્વનો અભ્યાસ કરનાર કોઈ શખ્સ મારી પાસે આવશે.' આમ ગુરુ ભદ્રગુપ્તાચાર્ય બોલતા હતા તેવામાં તે વજીસ્વામી તેમને વંદન કરી વિનયથી ઊભા રહ્યા. તેમની પ્રતિભા અને ભવ્ય લલાટ જોઈ ભદ્રગુપ્તાચાર્ય તેમને સમગ્ર શ્રતનો અભ્યાસ કરાવીને પાછી ગુરુ પાસે મોક૯યા.
ભદ્રગુણાચાર્યના અંતસમયની આરાધના આરક્ષિતરિએ કરાવી હતી. વિશેષ અભ્યાસ માટે જયારે આર્યરક્ષિતરિતેશલીપુત્ર આચાર્યની આજ્ઞાથી વજીસ્વામી પાસે આવ્યા ત્યારે તેઓ વજસ્વામીના વિદ્યા–ગુરુ ભદ્રગુણાચાર્યને મળ્યા અને યોગ્ય વ્યક્તિ જાણુ ભદ્રગુપ્તાચાર્યે કહ્યું કે- આર્યરક્ષિત ! મારી આ અંતિમ અવસ્થામાં તું મારો સહાયક થા.' આર્ય રક્ષિતે તે કબૂલ કર્યું અને એવી સરસ ઉપાસના કરી કે ભદ્રગુપ્તાચાર્યને તેમની પ્રશંસા કરતાં કહેવું પડયું કે “ વત્સ ! તારા વૈયાવચ્ચેથી હું સુધા તષાને ભેદ પણ જાણતો નથી. જાણે આ લોકમાં જ મને દેવલોક પ્રાપ્ત થયેલ હોય એમ હું માનું છું.' પછી વધુમાં સૂચના આપતાં જણાવ્યું કે-વાસ્વામી પાસે તારે અભ્યાસ કરવો પરંતુ અલગ ઉપાશ્રયમાં આહાર-પાણી તથા શયન કરવું; કારણ કે જે કોઈ તેમની સાથે આહાર કરશે અને એક રાત્રિ પણ સાથે શયન કરશે તેનો તેમની સાથે જ કાળધર્મ થશે.”
આર્યરક્ષિતસૂરિએ ભદ્રગુપ્તાચાર્યની પપાસના કરી તે સંબંધી હકીકતને અંગે પાવલી અને સુષમાસંઘસ્તવયંત્રમાં મતભેદ છે.
ભદ્રગુપ્તાચાર્ય કાળ કરી સ્વર્ગે સીધાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org