________________
શ્રીવજસેનસૂરિ
[ શ્રી તપાગચ૭ પછી ૫૯૭ વર્ષે સ્વર્ગે ગયા એવું પટ્ટાવલીમાં કથન છે જ્યારે આવશ્યકત્રવૃત્તિમાં આર્યરક્ષિતસૂરિના સ્વર્ગગમન પછી ૫૮૪ વર્ષે સાતમા નિહુનવની ઉત્પત્તિ થઈ એ ઉલ્લેખ છે. આ વિવાદાસ્પદ વસ્તુને નિર્ણય બહુશ્રત જાણે. ૬૦૦ વર્ષે દિગંબરોત્પત્તિ થઈ.
શ્રીવાસેનની પાટે પંદરમા પટ્ટધર શ્રીચંદ્રસૂરિ થયા. તેમનાથી “ચંદ્ર ગ૭* એવું ત્રીજું નામ શરૂ થયું. તે ગચ્છમાં જુદા જુદા અનેક ગણેના કારણભૂત અનેક પ્રભાવિક સૂરીશ્વરજી થયા.
શ્રી ચંદ્રસૂરિની પાટે શ્રી સામંતભદ્રસૂરિ થયા. તેઓ પૂર્વના જ્ઞાનમાં વિચક્ષણ, વૈરાગ્યના સમુદ્ર-ભંડાર અને નિર્મોહપણને કારણે દેવકુળ, વન વિગેરે સ્થાનમાં રહેતા હોવાથી તેમને લેકે વનવાસી કહેવા લાગ્યા અને તેમનાથી જ “વનવાસી ગચ્છ” એવું શું નામ શરૂ થયું
૧૪ શ્રી વજસેનસૂરિ ગૃહસ્થપર્યાય ૯ વર્ષ: ચારિત્રપર્યાય ૧૧૯ વર્ષ–તેમાં સામાન્ય વ્રતપર્યાય ૧૧૬ વર્ષ યુગપ્રધાન ૩ વર્ષ સયુ ૧૨૮ વર્ષ:સ્વર્ગમન મ.સં. ૬૨૦ વર્ષ: ગોત્ર કોશિક *
શ્રી વજસેનસૂરિ વિચરતા વિચરતા સપારક નગરે આવ્યા. તે વખતે ભયંકર દુકાળ ચાલુ હતો. દ્રવ્ય-સંપત્તિ પુષ્કળ હોવા છતાં લોકોને અન્નનાં સાચાં પડતાં. તે જ નગરમાં જિનદત્ત શેઠને ઇશ્વરી નામની પ્રિયા હતી. તેને નાગે, નિતિ, ચંદ્ર ને વિદ્યાધર નામના ચાર પુત્રો હતા. દુભિક્ષના દુઃખથી કંટાળી તેઓ લક્ષપાક (લાખ દ્રવ્યના ખર્ચથી નિષ્પન્ન થયેલ) ભજનમાં ઝેર ભેળવવા તૈયાર થયા હતા. સમર્થ જ્ઞાની વાસ્વામીએ વજીસેન મુનીશ્વરને જણાવ્યું હતું કે જ્યારે લક્ષપાક ભોજનમાં ઝેર ભેળવાતું જેવાશે તેને વળતે જ દિવસે સુકાળ થશે. ભાગ્યચાગે વાસેન ઈશ્વરીના ગૃહ તરફ જ ચાલ્યા. ચિંતામણિ રત્ન સમા સાધુને સ્વગૃહે આવતા જોઈ શેઠાણીએ તેમનું બહુમાન કર્યું. દુકાળના દુઃખથી કંટાળેલ તેણીએ પિતાની સ્થિતિ સમજાવી, ભોજનમાં ઝેર ભેળવી મૃત્યુનું શરણ સ્વીકારવાને નિરધાર પણ કહી સંભલાવ્યો. ગુરુએ શાંતિ રાખવા સમજાવ્યું અને વળતે દિવસે સુકાળ થશે તેમ કહ્યું. તેમના કથનની સાબિતીરૂપે જ ન હોય તેમ બીજે દિવસે ધાન્યથી ભરેલા વહાણે સોપારક નગરે લાંગર્યા. આ ચમત્કાર જોઈ ઇશ્વરી શ્રાવિકા ચિંતવવા લાગી કે મિથ્યા સમજણથી ઝેરમિશ્રિત અન્ન ખાધું હોત તો અવશ્ય મરણ નીપજત, તે શા માટે હવે પ્રગટપ્રભાવી જિનધર્મની દીક્ષા લઈ સ્વજીવન સફળ ન કરવું? એમ
* અન્યત્ર ભારદ્વાજ પણ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org