________________
શ્રી વાસ્વામી
[ શ્રી તપાગચ્છ સમય પૂર્ણ થતાં સુનંદાએ પુત્રરત્નને જન્મ આપ્યું. તે સમયે પાસે રહેલી સખીઓએ કહ્યું કે હે વહાલા ! તારા પિતાએ જે ચારિત્ર ન અંગીકાર કર્યું હોત તે તારે જન્મમહોત્સવ બહુ સારો કરત,” આ શબ્દો સાંભળતાં જ બાળક ચમકયું. તે વિશેષ ઊહાપોહ કરવા લાગ્યું જેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાને પૂર્વ દેવભવ સ્મૃતિપટમાં આવ્યો. પછી જેણે ક્ષીરાજન કર્યું હોય તે કેદ્રવાના ભેજનમાં આસક્ત બને ? તેને પણ વૈરાગ્ય ભાવના-દીક્ષા લેવાની ઈચ્છા ઉત્પન્ન થઈ પણ સમયની સાનુકૂળતા ન હતી. તેમણે બાલચિત રુદન શરૂ કર્યું. એમ ધારીને કે રેયા વિના માતા મારે ત્યાગ કરશે નહિ. અચાનક રુદનથી સુનંદા તેનું મીઠા શબ્દોથી રંજન કરવા લાગી પણ જે જાણી જોઈને રુદન કરતું હોય તે સમજે ? કપટનિદ્રાથી જાગતે સૂતે હોય તે કેમ બેલે? મોટા અવાજના રુદનથી સુનંદા કંટાળી ગઈ. ધીમે ધીમે કાળ જતાં છ મહિના તેને છ વર્ષ જેવડા લાગ્યા.
આર્ય સમિત અને ધનગિરિ પ્રમુખ સાધુઓ સહિત શ્રી સિંહગિરિ વિહાર કરતાં કરતાં આ જ નગરમાં પધાર્યા. ગોચરીસમયે ધનગિરિએ ગુરુની આજ્ઞા માગી. ગુરુએ જ્ઞાનાતિશયથી જાણી કહ્યું કે-“ભદ્ર! જે ગોચરી મળે તે લાવજે. સચિત્ત-અચિત્તને વિચાર ન કરીશ.” ભાગ્યયોગે ફરતાં ફરતાં તેઓ સુનંદાના ઘરે જ આવ્યા. સુનંદા પૂરેપૂરી કંટાળી ગઈ હતી. તેને આ અવસર ઠીક લાગે. તેણે ધનગિરિને કહ્યું કે- તમારા પુત્રથી તો હું કંટાળી ગઈ છું માટે હવે તમે જ તેને પાળે–પશે.” એમ કહીને પુત્રને વહરાવી દીધો. ધનગિરિ ગુરુ સમક્ષ આવ્યા. બાળકના ભારથી ધનગિરિન. હાથ નમી જતો હતો તે જોઈને ગુરુએ કહ્યું કે આ બાળક વા જેવો થશે અને ત્યારથી તેમનું વજીસ્વામી એવું નામ પડ્યું. ગુરુએ લાલનપાલન માટે તેને સાધ્વીઓને સોંપ્યો. સાધ્વીઓએ શય્યાતરીએ( ઉપાશ્રય આપનાર શ્રાવિકા)ને સોંપ્યો.
સ્તનપાનથી પિષણ પામતા વજીસ્વામી ત્રણ વર્ષના થયા. સાધ્વીઓ અગિયાર અંગની આવૃત્તિ કરતી તેને અવધારવાથી વજીસ્વામી પણ અગિયાર અંગના જ્ઞાતા થઈ ગયા.
વિહાર કરતાં કરતાં ધનગિરિ પ્રમુખ સાધુઓ પાછા તે જ નગરમાં આવ્યા. પુત્રને આપી દીધા પછી સુનંદાના પશ્ચાત્તાપને પાર ન રહ્યો. આ અવસરને લાભ લેવાને તેણે નિશ્ચય કર્યો. સાધુ સન્મુખ આવી તેણે પોતાને પુત્ર પાછો માગે. સંઘ આગળ વાત સૂકાણી અને છેવટે રાજા પાસે ફરિયાદ જતાં એમ નક્કી કરવામાં આવ્યું કે બાળક જેની પાસે જાય તેણે તેને કો રાખે. રાજસભા ભરાઈ. સુનંદાએ તરેહતરેહના રમકડા, ભેજન બતાવી લલચાવવા પ્રયત્ન કર્યો પણ વાસ્વામીએ તેના તરફ નજર સરખી પણ ન કરી. ગજેદ્રની સવારી કરનાર શું ગભથી રાચે ? છેવટે ધનગિરિએ રજોહરણ બતાવતાં તે તેની પાસે ગયા. એટલે સુનંદાએ પણ વૈરાગ્ય પામી સિંહગિરિ પાસે દીક્ષા સ્વીકારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org