________________
પટ્ટાવલી ]
પાદલિપ્તસૂરિ કહેવાનું તાત્પર્ય એ છે કે માગણી ( ભિક્ષકને સમૂહ) દાનની આશાએ તારી સામે આવે છે અને તેથી ગુણ (પ્રશંસા) દૂર દેશાવર પ્રસરે છે. (૩)
હે ભૂપતિ ! સન્ય સમુદાય સાથે ચાલવાને તું તત્પર થાય છે તે સમયે તારી નેબત પર જેવો કે પડે છે તેવા જ શત્રના હૃદયરૂપી ઘડા ફૂટી જાય છે. અને આશ્ચર્ય તો એ છે કે તે ઘડામાંથી નીકળતો જળને પ્રવાહ શત્રુઓની સ્ત્રીઓના નેત્રમાંથી જળની ધારાઓ દ્વારા વહે છે.(૪)
વિક્રમ રાજા આ શ્લોકે જેમ જેમ સાંભળતો ગયો તેમ એક એક દિશા સામે મુખ ફેરવત ગયા અને છેવટે ભિક્ષના ચરણમાં પડ્યો. એનો ભાવ એ હતું કે મેં તમને ચારે દિશાનું રાજ્ય આપી દીધું છે. પણ નિઃસ્પૃહી સાધુને તે જોતું ન હતું. પછી રાજાએ સન્માનપૂર્વક તેમને પોતાની પાસે રાખ્યા. એક દિવસ રાજા શિવમંદિરે ગયો ત્યારે સાથે રહેલા સિદ્ધસેન ઠાર આગળથી જ પાછા ફર્યા. રાજાએ તેનું કારણ પૂછયું એટલે તેમણે કહ્યું કે-“શંકર મારે નમસ્કાર સહન કરી શકશે નહિ.” આ સાંભળી રાજાને કૌતુક થયું અને તેનું કારણ પૂછયું. સિદ્ધસેને તરત જ પ્રાર્થના શરૂ કરી અને અને કલ્યાણુમંદિરની ૧૧મી ગાથા બોલતાં જ શિવલિંગ ફાટયું અને તે મધ્યેથી અવંતી પાર્શ્વનાથની અપ્રગટ પ્રતિમા ઉદ્દભવી. દેશેદેશમાં સમાચાર ફરી વળ્યા અને આ રીતે સિદ્ધસેને પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તની પૂર્ણતા થવાથી ગુરુએ તેને સંઘમાં લીધા અને પુનઃ આચાર્ય પદવી આપી. વિક્રમાદિત્યને પ્રતિબોધ પમાડી તેમણે તેની પાસે શત્રુંજય-ગિરનારને સંધ કઢાવ્યો.
સિદ્ધસેનનો યુગ તર્કપ્રધાન નહિ, આગમપ્રધાન હતો. પરંતુ મહર્ષિ ગૌતમના “ ન્યાયસૂત્ર”ની સંકલના બાદ તર્કવાદનું જોર વધવા લાગ્યું અને સિદ્ધસેન તો સર્વશ્રેષ્ઠ તાર્કિક ગણાયા. જૈન તર્કશાસ્ત્રના તેઓ પ્રણેતા ગણાયા અને સૌથી પહેલાં “ ન્યાયાવતાર' નામના તકપ્રકરણની સંસ્કૃતમાં રચના કરી. વિશેષમાં “સન્મતિ પ્રકરણ'નામના મહાતક ગ્રંથને પ્રાકૃતમાં આર્યાદમાં બનાવી નયવાદનું મૂળ દઢ કર્યું.
સિદ્ધસેને બત્રીશ કાત્રિશિકાઓ (બત્રીશી, બત્રીશ કનું પ્રકરણ ) રચી છે તેમાંથી હાલમાં ૨૧ બત્રીશીઓ લબ્ધ થાય છે.
સિદ્ધસેનની કેટલીક કૃતિઓ જોતાં તેઓ તાર્કિક હોવા સાથે મહાન દાર્શનિક હતા. સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ એ ત્રણ જૈનેતર દર્શને ઉપરાંત ન્યાય, વેદ, ઉપનિષદ્ આદિ બીજા દર્શનની ઊંડી વિદ્વત્તા ધરાવતા હતા. પ્રાંતે પ્રતિષ્ઠાનપુરમાં અણુશણ કરી તેઓ સ્વર્ગે સીધાવ્યા.
પાદલિપ્તસૂરિ કાશલા નામની નગરીમાં વિજયબ્રા નામે રાજા હતો. તે જ નગરમાં કુલ નામના શ્રેષ્ઠીને પ્રતિમા નામની સ્ત્રી હતી. લાંબા વખતને ગૃહવાસ છતાં તેમને સંતાનપ્રાપ્તિ ન થઈ. શેઠાણીએ મંત્રતંત્રનું આરાધન કર્યું, ઔષધીઓ ખાધી પણ તેની મનોકામના સફળ ન થઈ. છેવટે વૈરેટયા નામની દેવીનું આરાધન કરી, તેને પ્રસન્ન કરી પુત્રપ્રાપ્તિ કેમ થાય? તે પૂછયું. દેવીએ નાગતિ સૂરિના પાદશીનું પાણી પીવા કહ્યું. પ્રતિમા તરત જ ઉપાશ્રયે ગઈ અને પ્રવેશ કરતાં જ આચાર્યના ચરણકમળના ક્ષાલનનું જળપાત્ર લઈ ઊભેલા એક મનિ નજરે પડ્યા. પ્રાર્થનાપૂર્વક તેમની પાસેથી જળ લઈ તેણે પાન કર્યું અને પછી સૂરિમહારાજને વંદન કર્યું. ભાવિને સંકેત ઊકેલતાં ગુરુએ કહ્યું કે તેં અમારાથી દશ હાથ દૂર જળપાને કર્યું તેથી તારો પુત્ર દશ યોજનને અતરે વૃદ્ધિ પામશે, તેમજ બીજા તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org