________________
પાવલી ]
આર્ય મંગુ
આર્ય મંગુક
| વિહાર કરતાં કરતાં આર્ય મંગુ મથુરા નગરીએ આવ્યા. તેમની ઉપદેશ દેવાની શક્તિ અને જનમનરંજન કરવાની શૈલી અપૂર્વ હતી. સમર્થ આચાર્ય જાણું તેમ જ મહાપુણ્ય ઉપાર્જન થશે એમ ધારી શ્રાવકે રસપૂર્ણ સ્વાદિષ્ટ આહાર પહેરાવવા લાગ્યા. ધીમે ધીમે ગુરુમહારાજની ભોજન પરની આસક્તિ વધતી ગઈ અને તેથી અન્યત્ર વિહાર કરવાનો વિચાર ન કર્યો. તેમનું આ વર્તન સાધુધર્મને ઉચિત ન હતું. છેવટે આલોચના કર્યા વિના કાળધર્મ પામવાથી તે જ નગરમાં યક્ષપણે ઉત્પન્ન થયા. પિતાના પૂર્વ ભવને યાદ કરતાં તેમને બહુ ખેદ થયો. જે બનવાનું હતું તે તો બની ગયું પણ પિતાના શિષ્યો રસમૃદ્ધિમાં પતિત ન થાય તે માટે જ્યારે શિષ્યો સ્પંડિલભૂમિથી પાછા વળતાં ત્યાં આવ્યા ત્યારે તેમણે પોતાની જીભ એક હાથ જેટલી બહાર રાખી. આ જોઈ શિષ્યો વિસ્મય પામ્યા, તેમણે તેનું કારણ પૂછ્યું. તેના કારણમાં યક્ષે પિતાની સાધુઅવસ્થાને વૃત્તાંત કહી સંભળાવી સમૃદ્ધિવાળા ન બનવા જણાવ્યું. આ મંગુસૂરિ શ્રી વીરનિર્વાણ પછી ૪૬૭ વર્ષ થયા હતા.
શ્રી વૃદ્ધવાદિસૂરિ તથા સિદ્ધસેન દિવાકરસૂરિ શ્રી સ્કંદિલાચાર્ય ભવ્ય જીવોને ઉપદેશ દેતા દેતા ગૌડ દેશના કોશલપર નગરે પધાર્યા. ત્યાંના મુકુંદ નામના બ્રાહ્મણને ગુસ્સમાગમ થયો અને ભવિતવ્યતાને અંગે ગુને ઉપદેશ સાંભળી દીક્ષા લીધી.
એકદા વિહાર કરતાં કરતાં તે ભરૂચ નગરે આવ્યા. વૃદ્ધાવસ્થા છતાં તેમને જ્ઞાનપ્રાપ્તિને ઘણે શેખ હતો, તેથી રાત્રિએ પણ મોટા અવાજે સ્વાધ્યાય કરતા. એકદા ગુરુમહારાજે શિખામણું આપી કે મહાનુભાવ ! રાત્રે મોટા અવાજે ભણવાથી અનાર્ય માણસ જાગે ને હિંસાદિ કાર્યમાં પ્રવૃત્ત થાય માટે રાત્રે ઊંચે સ્વરે ભણવું ઉચિત નથી. ' છતાં કંઈક આગ્રહી હોવાથી તેમણે તે સૂચન પ્રત્યે દુર્લક્ષ્ય કર્યું. એકદા કોઈ વિદ્વાન શિષ્ય મશ્કરીમાં તેમને કહ્યું કે– હે મુનિરાજ ! શું વિદ્યા ભણીને તમે મુશળ( સાંબેલા )ને પલ્લવિત કરવાના છે !” આ મીઠી મશ્કરી સાંભળી મુકુંદ મુનિને ઘણુ લાગી આવ્યું. તેમણે વિદ્યાપ્રાપ્તિ માટે મક્કમ નિરધાર કર્યો અને કાશ્મીર દેશમાં જઈ શારદામંદિરમાં ઉગ્ર તપશ્ચર્યા આદરી. ચાર પ્રકારના આહારનો ત્યાગપૂર્વકની એકવીસ દિવસની તપશ્ચર્યાને અંતે ભારતી દેવી પ્રસન્ન થયાં અને તેમને પંડિત શિરોમણિ થવાના આશીર્વાદ આપે.
પછી હાસ્ય-વચન સાંભળીને પોતે કરેલ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તેમણે મુશળને પુષ્પવાળું કરી બતાવ્યું તેથી સર્વ લેકો ચમત્કાર પામ્યા. વાદીઓ પણ હતમુખવાળા અને શૂન્ય બની ગયા. તેમની અજબ શક્તિ જોઈ ગુરુએ પિતાના સ્થાન પર નિયુક્ત કર્યા અને વૃદ્ધવાદીસૂરિ એવું ઉચિત નામ આપ્યું.
*આ હકીકત શ્રી ધર્મદાસગણિવિરચિત ઉપદેશમાળામાં આપેલી હકીક્ત ઉપરથી લેવામાં આવી છે. તેમાં જણાવેલ આર્ય મંગુ તે આ જ કે જુદા તે સ્પષ્ટ રીતે નિણત થઈ શકતું નથી.
શ્રી પ્રભાવચરિત્રમાં એમની હકીક્તને લગતી કેટલીક વિગત પ્રકાર તરે બતાવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org