________________
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
આર્ય શ્યામાચાર્ય ક પર :
[ શ્રી તપાગચ્છ વ્યાખ્યાર્થ–શ્રી સુસ્થિતરિ તથા સુપ્રતિબદસૂરિની પાટે શ્રી ઇંદ્રદિનસૂરિ દશમા પટ્ટધર થયા. આ સમય દરમિયાન શ્રી વીર પરમાત્માના નિર્વાણ પછી ૪૫૩ વર્ષે ગર્દભીલ રાજાને નાશ કરનાર કાલકાચાર્ય થયા. શ્રી વીરનિર્વાણ પછી ૪૫૩ વર્ષે ભગૃકચ્છ–ભરુચમાં આર્ય ખyટાચાર્ય થયા એમ પટ્ટાવલીમાં જણાવેલ છે જ્યારે પ્રભાવક ચરિત્રમાં ૪૮૪ વર્ષે થયાનો ઉલ્લેખ છે. ૪૬૭ વર્ષ વ્યતીત થયે આર્ય મંગુ થયા. આ ઉપરાંત વૃદ્ધવાદીસૂરિ, પાદલિપ્તસૂરિ તથા શ્રી સિદ્ધસેનદીવાકર થયા કે જેમણે ઉજજ્યની નગરીમાં મહાકાળ નામના પ્રાસાદમાં કલ્યાણ મંદિર રતવની રચના કરીને શિવલિંગને તોડીને શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ કરી, તેમજ વિક્રમાદિત્ય રાજાને પ્રતિબંધ પમાયો કે જેનું રાજય વીરનિર્વાણ પછી ૪૭૦ મે વર્ષે થયું. તે ૪૭૦ વર્ષોની ગણત્રી નીચે મુજબ છે –
જે રાત્રિએ અરિહંત ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે રાત્રિએ પાલક નામના રાજાને અભિષેક કરાયે.
૬૦ વર્ષ પાલક રાજા, ૧૫૫ વર્ષ નવ નંદ, ૧૦૮ વર્ષ મૌર્યવંશનું રાજ્ય, ૩૦ વર્ષ પુષ્પમિત્રનું રાજય, બળમિત્ર તથા ભાનુમિત્રના . ૬૦ વર્ષ, નહપાણ–નરવાહન રાજાના ૪૦ વર્ષ, ગર્દભીલનું રાજ્ય ૧૩ વર્ષ તથા શકના ૪ વર્ષ મળી કુલ ૪૭૦ વર્ષ.
શ્રી ઇંદ્રદિન્નસૂરિની પાટે અગ્યારમા પટ્ટધર શ્રી દિHસરિ થયા. શ્રી દિસૂરિની પાટે બારમા પટ્ટધર શ્રી સિંહગિરિ થયા.
શ્રી સિંહગિરિની પાટે તેરમા પટ્ટધર શ્રી વજસ્વામી થયા, જે બાલ્યાવરથાથી જ જાતિમરણજ્ઞાનવાળા, આકાશગામિની વિદ્યા વડે શ્રી સંધની રક્ષા કરનારા, દક્ષિણ હિંદમાં બદ્ધરાજ્યમાં શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા માટે ફૂલે લાવવાવડે કરીને શાસનની પ્રભાવના કરવાવાળા, દેથી વંદાયેલા, છેલ્લા દશપૂર્વી તેમજ વજશાખાના ઉત્પાદક હતા. તેઓ શ્રી વીરનિર્વાણ પછી ૪૯૬ વર્ષે જન્મ્યા અને ૮ વર્ષ ગૃહસ્થાવાસમાં, ૪૪ વર્ષ સામાન્ય વ્રત કર્યાયમાં, ૩૬ વર્ષ યુગપ્રધાન તરીકે એવી રીતે ૮૯ વર્ષનું આયુષ્ય પાળીને વીરપ્રભુ પછી ૫૮૪ વર્ષે સ્વર્ગવાસી થયા. શ્રી વજસ્વામી પછી (૧) દશ પૂર્વ, (૨) ચોથું સંઘયણ અને (3) ચોથું સંસ્થાન વિરછેદ પામ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org