________________
શ્રી મહાગિરિ ને સુહસ્તિસૂરિ : ૪૮ :
[ શ્રી તપાગચ્છ કૃપા કરી મને તેને ઉપાય બતાવે.” ગુરુમહારાજે દીક્ષા લેવાનું કહ્યું. ભદ્રા માતા પાસે જઈ વાત કરતાં તેઓ ગળગળા થઈ ગયા. એકને એક પુત્ર અને બત્રીશ બત્રીશ સ્ત્રીઓના ભેગવિલાસમાં ઉછરેલ. ધન્ય ધાન્ય તે અખૂટ હતા તેમજ પુત્રે તડકો-છાંયડે પણ દેખેલ નહિ. ભદ્રા માતાએ તેને ઘણો સમજાવ્યું કે ચારિત્રની વાત કરવી સુકર છે પણ તે લઈને યથાયોગ્ય પાળવું તે દુકર છે. મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ કહીએ તે પણ ચાલે. પણ દઢનિશ્ચયી અવંતિસુકુમાળને કશી અસર ન થઈ. તેમણે દીક્ષા લીધી પણ ચિરકાળ પર્યત ચારિત્ર વહન કરી દુષ્કર તપ તપવાને અશક્ત હોવાથી અણશણ કરવાની ઈચ્છાથી ગુરુની રજા લઈ તેઓ ચાલી નીકળ્યા. કેથેરીના વનમાં જતાં તેમના સુકુમાર પગમાં કાંટ વાગે. લોહી નીકળ્યું પણ તેઓ તે આગળ જઈ કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા. લેહીની ગંધથી એક તરત વિંધાયેલી ભૂખી શિયાળણી બચ્ચા સહિત ત્યાં આવી પહોંચી. ધીમે ધીમે તે અવંતિસુકુમાલના પગ કરડવા લાગી. લેહી મીઠું લાગતું ગયું તેમ તેમ તે ભૂખી શિયાળણી ક્રમશઃ અવંતિસુકુમાળના આખા દેહનું ભક્ષણ કરી ગઈ. આ અસહ્ય વેદના સહન કરતો પવિત્ર આત્મા ઉચ્ચ કક્ષાએ ચઢવા લાગ્યું. તેમને તે મનવાંછિત સિદ્ધ થતું જણાયું. જરા પણ ખલના વગર તેમનું ધ્યાન વિશેષ નિર્મળ બનતું ગયું અને પ્રાંતે કાળ કરીને તેઓ નલિની ગુમ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
વળતે દિવસે ભદ્રા માતા તથા સકલ સ્ત્રીઓ તેમને વંદન કરવાના આશયથી ગુરુમહારાજ પાસે આવી. ગુરુમહારાજે કચેરીના વનમાં જવા કહ્યું. જઈને જુએ છે તે ફક્ત લેહી ખરડાયેલા હાડકા આમતેમ વેરાયલા છૂટા પડેલા. આ દશ્યથી ભદ્રા માતાને મૂર્છા આવી ગઈ. ગુરુમહારાજ સમક્ષ આવી હકીકત પૂછતાં, વસ્તુની જાણ થતાં તે સર્વેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી એક ગર્ભવતી સ્ત્રી સિવાયની બાકીની એકત્રીશ સ્ત્રીઓ તેમજ ભદ્રા માતાએ દીક્ષા અંગીકાર કરી. ગર્ભવતી સ્ત્રીએ પુત્રને જન્મ આપે અને તેણે પોતાના પિતાના મૃત્યુ સ્થાને તેની યાદગીરીમાં મહાકાલ નામને માટે જિનપ્રાસાદ બંધાવ્યો.
શ્રી આર્યમહાગિરિ છેવટે અણુશણ કરી દેવલેકે ગયા.
શ્રી આર્યમહાગિરિના મુખ્ય આઠ શિષ્ય થયા. તેમાં સ્થવિર બહલ અને બલિસહ મુખ્ય હતા. બલિસહથી ઉત્તરબલિસ્સહ ગચ્છ નીકળ્યા. બલિસ્યહના મુખ્ય શિષ્ય ઉમાસ્વાતિ વાચક થયા કે જેમણે તત્વાર્થસૂત્રાદિ પાંચ સો ગ્રંથો રચ્યા છે. તેમના શિષ્ય શ્યામાચાર્ય થયા કે જેમણે પ્રજ્ઞાપના સૂત્ર રચ્યું છે. તે શ્રી શ્યામાચાર્ય સુપ્રતિબદ્ધસૂરિના સમકાલીન હતા.
શ્રી આર્યસુહસ્તિસૂરિ પણ સ્વર્ગે સિધાવ્યા.
આ સમયમાં શ્રી વીરનિર્વાણ પછી ૨૨૦ વર્ષે સામુચ્છેદક નામનો ચોથો નિવ અને ૨૨૮ વર્ષે ગંગ નામના બે ક્રિયા માનનારે પાંચમો નિહવ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org