________________
શ્રી મહાગિરિને સુહસ્તિસૂરિ : ૪૬ :
[ શ્રી તપાગચ્છ હોય છે. ૩૬૦૦૦ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, જેમાં શકુનિકાવિહાર(ભગુકચ્છભરુચ)નો જીર્ણોદ્ધાર મુખ્ય છે. તેમને એ નિયમ હતો કે એક પ્રાસાદને જીર્ણોદ્ધાર થયાના સમાચાર આવે ત્યાર પછી જ દંતશુદ્ધિ કરવી.
આ ઉપરાંત બીજી દિશામાં પણ તેમની પોપકારપરાયણતા કમ ન હતી. સાત સે દાનશાળા, બે હજાર ધર્મશાળા, અગ્યાર હજાર વાવ અને કૂવા કરાવીને જનસમાજને પણ સુખભાગી બનાવ્યા હતે.
માલતીના ફેલ ઉપર મહેલો પ્રાણી બાવળના ઝાડથી ન રીઝે, ચાતક પક્ષી ખાબોચીયાના જળથી તૃપ્તિ ન પામે, સંપ્રતિ મહારાજાને પણ આખી પૃથ્વી જેનમય જ બનાવવી હતી. પવિત્ર ધર્મના ફેલાવા માટે તેઓ અહર્નિશ ઝંખના રાખતા.
કેટલેક અવસર વીત્યા બાદ આર્યસુહસ્તિ ફરતાં ફરતાં પુનઃ અવંતીમાં પધાર્યા. સંઘે ચૈત્સવ . ચત્સવની પછવાડે રથયાત્રા મહોત્સવ તે જોઈએ જ. અશ્વને બદલે પ્રભુના રથને શ્રાવકે જ ખેંચતા. ફરતે ફરતે રથ સંપ્રતિના મહેલ પાસે આવ્યા. આ અનુપમ પ્રસંગે પોતાના તમામ સામંતને રાજાએ આમંચ્યા હતા. પિતે તેમજ પોતાના સામતવર્ગ પાસે અષ્ટપ્રકારી પૂજા કરાવી અને સામને ઉદ્દેશીને કહ્યું કે-“તમે જે મારા ખરેખરા ભકત હો તે જિન ધર્મનું શરણ સ્વીકારી શ્રમણોપાસક બને !” સામંતોએ તે આજ્ઞા સહર્ષ શિરોમાન્ય કરી અને પિતાપિતાના દેશ તરફ ઉપડી ગયા. આને પરિણામે જૈન ધર્મની કીતિ ફેલાવા સાથે અન્ય ક્ષેત્રમાં સાધુવિહાર વધુ સુકર બને.
હતિને ઘાસના એક પુળાથી શું તૃપ્તિ થાય? એ કદી મધ્યરાત્રિએ વિચાર કરતાં કરતાં સંપ્રતિને અનાય દેશમાં સાવિહાર કરાવી ધર્મ પ્રવર્તાવવાની ઈચ્છા ઉદ્ભવી. તેમણે લંઠ જેનોને યતિષ પહેરાવી અનાર્ય દેશમાં મોકલ્યા અને સાથે આજ્ઞા આપી કે “તમારે માત્ર બેંતાલીશ દેષ રહિત આહાર લઈ બદલામાં ધર્મોપદેશ અને લોકોને મુનિ માગ કે હાય ? તે કેવા આહાર પાણી લેય તે સમજાવવું.”
અનાર્ય લોકો પણ પોતાના સ્વામીના ગુરુ આવ્યા સમજી તેઓનું બહુમાન કરવા લાગ્યા, પણ તેઓ તે શુદ્ધ આહાર સિવાય કશું લેતા નહિ. થોડોક સમય વીત્યા બાદ અનાય લેકે પણ સાધ્વાચારથી પરિચિત બની ગયા અને તેમનામાં સંસ્કારના બીજ રોપાયા. આ પ્રમાણે અનાચીને પણ કુશળ બનાવીને પછી સંપ્રતિએ એકદા આર્ય સુહસ્તિને પૂછયું કે– ભગવદ્ ! સાધુઓ અનાર્ય દેશમાં કેમ વિચરતા નથી?” ગુરુએ કહ્યું કે-“અનાર્યો અસંસ્કારી અને જડ હોવાથી ત્યાં જ્ઞાન, દર્શન ને ચારિત્ર એ રત્નત્રયની વૃદ્ધિ ન થાય.” સંમતિએ કહ્યું કે મહારાજ ! એક વાર વિહાર કરાવી આપ તે લેકની ચતુરાઈ તો જુઓ.” રાજાના આરહથી ગુરુ કેટલાક ઉત્તમ સાધુઓને અનાર્ય દેશમાં મોકલ્યા અને તેઓ પણ ત્યાંના લોકોના વર્તન અને વહેવારથી આશ્ચર્ય પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org