________________
પાવલી ]
શ્રી સ્થૂળભદ્ર
કેશા વેશ્યા–મને વિરહતણી ક્ષણ જાય, વરસ સમાણી રે;
ઘણું મહતણું લવાય, વલલ્લું પાણી રે. સ્થૂલભદ્ર- હારા મોહજનક રસ બોલે, પેગ ન છૂટે રે,
માજારી તલપને તોલે, શીંફ ન તૂટે રે.
કોશ વેશ્યા–વીતરાગ શું જાણે, રાગ-રંગની વાતે રે?
આ દેખાડું રાગને લાગ, પૂનમની રાતે રે. સ્થૂલભદ્ર- શણગાર તજ અણગાર, અમે નિર્લોભી રે;
નવકલ્પ કરશું વિહાર, મેલી તને ઊભી રે.
ચોમાસુ પૂર્ણ થયે સ્થૂલભદ્ર ગુરુ સમીપે આવ્યા. પેલા ત્રણ શિખે પણ અભિગ્રહ પૂર્ણ થયે ત્યાં આવ્યા. તે ત્રણેને તમે “દુષ્કર” કર્યું તેમ અને સ્થૂલભદ્રને “અતિ દુષ્કર ” કર્યું તેમ ગુરુમહારાજે કહ્યું. આથી પેલા ત્રણ સાધુઓને શ્રી સ્થૂલભદ્ર પ્રત્યે અદેખાઈ ઊપજી અને મનમાં વિચાર્યું કે એ શકતાલ મંત્રીનો પુત્ર છે તેથી ગુરુએ તેને બહુમાન આપ્યું! વેશ્યાને ત્યાં સુખપૂર્વક ચોમાસું કર્યું તેમાં કયું પરાક્રમ કયું ? ખરું કષ્ટ તે અમે જ સહન કર્યું છે. તેઓએ આવતું ચાતુર્માસ વેશ્યાને ત્યાં કરવાનો નિર્ણય કરી મહાકટે આઠ મહિના પસાર કર્યા.
બીજું ચોમાસુ નજીક આવ્યું એટલે સિંહગુફાવાસી મુનિ વેશ્યાને ત્યાં ચાતુર્માસ ગાળવા માટે ગુરુમહારાજની આજ્ઞા લેવા આવ્યા. ગુરુએ નિષેધ કર્યો છતાં હઠાગ્રહથી તેમણે કશાને ત્યાં જવાનું નક્કી કર્યું. કેશાને ત્યાં આવી તેની રંગભૂમિ (ચિત્રશાળા) ચેમાસું રહેવા માટે માગી, ત્યાં થિરવાસ રહ્યા. કેશા સમજી ગઈ કે લભદ્ર સાથેની ઈર્ષ્યાને લીધે તેઓ અહીં આવ્યા જણાય છે તેથી તેણે છ રસયુક્ત
જન જમાડવા માંડ્યું અને હાવભાવ તથા નૃત્ય કરવું શરૂ કર્યું. વેશ્યાના વિલાસ અને શંગારથી મુનિ શોભ પામ્યા. અગ્નિથી કેણ ન બળે ? લક્ષમી જઈને કણ ને હે?
મુનિને કામાતુર થયેલ જોઈને વેશ્યાએ કહ્યું કે-“અમારે તે દ્રવ્ય જોઈએ.” મુનિએ કહ્યું કે અમારી પાસે દ્રવ્ય ક્યાંથી હોય?” વેશ્યાએ કહ્યું: “નેપાળ દેશમાં જઈ રત્નકંબળ લઈ આવો.” ચોમાસુ હોવા છતાં મુનિ નેપાળ દેશ ગયા અને ત્યાંના રાજાને રીઝવીને રત્નકંબળ લઈને પાછા ફર્યા. રસ્તામાં ચારની પલ્લીમાં આવતાં ચેરાએ તેમને પકડયા અને છેવટે મહામુશીબતે તે રત્નકંબળ લઈને વેશ્યાને ઘરે આવ્યા. વેશ્યાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org