________________
શ્રી સ્થૂલભદ્ર
[ શ્રી તપાગચ્છ આ દેહ જ તમારે છે ત્યાં આ રંગભુવન માટે શું આજ્ઞા માગે છે?” સ્થૂલભદ્રે કહ્યું: પૂર્વના ભેગવિલાસના દિવસે ગયા, હવે તે હું સાધુ થયે છું, તારી રજા હોય તે જ મારાથી અંદર અવાય. કેશાએ વિચાર્યું કે– વ્રતને ભાર ન સહન કરી શકવાથી જ અહીં આવ્યા જણાય છે, પરંતુ લજજાને લીધે હમણાં તે કંઈ નહિં બેલે. હું મારા શબ્દચાતુર્યથી અને શૃંગાર-પરિધાનથી તેમને વિષયરસમાં ડૂબાડી દઈશ.'
કેશા વેશ્યા હમેશાં બાકણ, સંબાકા ને સંબાનેય એ ત્રણ પ્રકારના ધાન્યથી, તેમજ દૂધ, દહીં, ઘી, કાંજી, છાશ અને મધ એ છ પ્રકારના રસોથી તથા મૂળ-કંદ, ઈશ્નરસ, લતા, પત્ર, પુષ્પ અને ફળ એ છ પ્રકારના શાકથી સ્થૂલભદ્રને રીઝવવા લાગી. સુંદર વસ્ત્રાભરણ અને નેત્રકટાક્ષથી તેનું મન ચળાવવા લાગી પણ સ્થૂલભદ્ર ઉપર તેની રૂચ માત્ર અસર થઈ નહિ. અધ્યાત્મથી રંગાયેલા આત્માને દુન્યવી પ્રલોભને શું કરી શકે? તેણે મોહ પમાડવા જેટલા જેટલા પ્રયત્ન કર્યા તે બધા જળ મળે દીપકની જેમ અથવા તે આકાશમાં ચિત્ર ચિતરવાની જેમ નિષ્ફળ થયા.
પછી તો કેશા સ્થલભદ્રને પગે પડી અને પૂર્વની માફક ભાગ ભોગવવા પ્રાર્થના કરી. સ્થૂલભદ્રે કહ્યું કે-“પની અને અત્યારની સ્થિતિમાં ફેર છે. હવે હું વૈરાગ્યવાસિત સાધુ બન્યો છું. જિનેશ્વર ભગવાને બતાવેલા માર્ગે મારે સંચરવાનું છે. આ સંસાર મને અસાર સમજાય છે અને જોબન તે સંધ્યાના રંગ જેવું, પુટેલા કાચના કટકા જેવું અને નાટકના શણગાર જેવું છે. હવે તો હું તને પ્રતિબોધ કરવાને આવ્યો છું. સ્થૂલભદ્રના સંસર્ગથી અને નીતિપ્રેરક ઉપદેશથી છેવટે કોશાએ પિતાને કુળાચાર ધમ છે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. સાથે સાથે મનમાં અભિગ્રહ પણ કર્યો કે કદાચ રાજા પ્રસન્ન થઈને મારી પાસે કઈ પુરુષને મેકલે તેની સાથે ભેગ ભોગવવાની છૂટ; બાકીના સને માટે પ્રતિબંધ છે.
શ્રી વીરવિજ્યજી મહારાજે સ્થૂલભદ્રની શિયળવેલમાં કેશા અને સ્થૂલભદ્રનો સંવાદ સરસ રીતે ચિતર્યો છે. તેની ચૌદમી ઢાળમાંથી નમૂના દાખલ બે-ત્રણ કડી અહીં ઉતારી લઈએ.
કોશા વેશ્યા–સંસારમાંહે એક સાર, વલ્લભ નારી રે;
છાંડે તેહને ધિક્કાર, ગયા ભવ હારી રે, સ્થૂલભદ્ર–મેં ધ્યાનની તાલી લગાઈ, નિશાન ચઢાયા રે;
શીલ સાથે કીધી સગાઇ, તજી ભવમાયા રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org