________________
શ્રી જબૂસ્વામી
: ૨૦ :
[ શ્રી તપાગચ્છ
--
માસાહસ પક્ષીની કથા ત્યારબાદ કમળાવતી બેલી-સ્વામી ! માસાહસ પક્ષીની માફક સાહસિક ન થાઓ.
કોઈ એક મોટા સાર્થ-કાફલાની સાથે એક પુરુષ ચાલ્યો. કેઈ એક જંગલમાં કાફલાએ પડાવ નાખ્યો. તે વખતે તે પુરુષ એકલો જંગલમાં કાષ્ઠ લેવા નીકળે. તે વખતે તેણે એક આશ્ચર્ય જોયું. સૂતેલા સિંહના મુખમાંથી દાંતમાં વળગેલા માંસના કકડા લઈને એક પક્ષી વારંવાર ઝાડ પર ચઢી જતું હતું અને મોઢેથી “મા સાહસ, મા સાહસ” એટલે “સાહસ કરવું નહિ” એમ બોલતે હતે. આથી વિસ્મય પામેલા તે પુરુષે કહ્યું કે–તારા બોલવા મુજબ તારું આચરણ નથી. તું બોલે છે કે “સાહસ કરવું નહિ અને પાછો સિંહના મુખમાંથી માંસના લોચા લે છે. છેવટે તે પક્ષી સિંહથી જ વિનાશ પામ્યો.
ત્રણ મિત્રની કથા. જવાબમાં જંબૂકુમારે જણાવ્યું કે હું ત્રણ મિત્રની વાત બરાબર જાણું છું, તેથી તમારી વાજાળમાં ફસાઈશ નહિ.
સેમદત્ત નામના પુરોહિતને સહમિત્ર, પર્વમિત્ર ને પ્રણામમિત્ર એમ ત્રણ પ્રકારના મિત્રો હતા. એકદા તે પુરોહિત રાજાના અપરાધમાં આવ્યો તેથી ભય પામીને રાત્રિના જ સહમિત્રને ઘરે ગયો અને પિતાને તેને ઘરે ગુપ્તપણે રાખવા વિનતિ કરી. આ સાંભળી તેણે કહ્યું કે “રાજા ન કેપે ત્યાં સુધી જ તારી સાથે મિત્રાઈ હતી. તારા એકલાની ખાતર હું મારા આખા કુટુંબને નાશ નહિ કરું.”
બાદ તે પર્વ મિત્રને ઘરે ગયે અને બધી બિના કહી સંભળાવી. તેણે આશ્વાસન આપ્યું પણ તેનું રક્ષણ કરવાની પિતની અશક્તિ દર્શાવી.
આશાભગ્ન થયેલો તે પછી પ્રણામમિત્રને ત્યાં ગયો. તેણે તેનો આદર-સત્કાર કર્યો અને આવવાનું કારણ પૂછયું. તેણે રાજાના કેપ સંબંધીની બધી હકીકત કહી સંભળાવી. પ્રણામમિત્રે તરત જ ખભા ઉપર બાણના ભાથાં ચડાવ્યા અને ધનુષ લીધું. પુરોહિતને આગળ કરીને તેને ઈચ્છિત સ્થાને મૂકી આવ્યો. પછી રાજાને સમજાવી તેના ગુહે માફ કરાવ્યું. પ્રણામમિત્ર તે ધર્મ સમજો. પહેલા બે મિત્ર શરીરને સ્વજનરૂપ સમજવા. તમે તે પહેલા બે મિત્રની માફક સ્વાર્થની જ સગી છે માટે હું તમારી જાળમાં ફસાઈશ નહિ.
નાગશ્રીની કથા છેવટે છેલ્લી સ્ત્રી જયશ્રી બોલી કે- નાથ ! તમે બેટા-ખોટા કથાનકવડે અમને છેતરે છે.”
કથાપ્રિય રાજાને અવનવી કથા સાંભળવાને શેખ હતો, એકદા કોઈ ગરીબ બ્રાહ્મણને વારો આવ્યો. તે બ્રાહ્મણ ભિખ માગી આજીવિકા ચલાવતો અને પદવીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org