________________
પટ્ટાવલી ]
૧
કી મહુસ્વામી આપવાને નિશ્ચય કર્યાં. સંઘમાં કેટલું સામર્થ્ય છે તે સિદ્ધ કરી બતાવવાની જિજ્ઞાસા ઉદ્ભવી. સંઘે બીજા બે સાધુઓને તૈયાર કર્યો ને જણાવ્યું કે તમારે ભદ્રબાહુગામી પાસે જઇ તેમને પૂછ્યુ કે ‘સંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા ?” તે ‘સંઘબહાર’ જેમ કહે તે તમારે જણાવી દેવું કે સંઘે આપને એ શિક્ષા ફરમાવી છે. પેલા સાધુઓએ જઇને તે જ પ્રમાણે જણાવ્યું એટલે જવામમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે‘સંઘની આજ્ઞા મારે શિરોમાન્ય છે પણ શ્રી સંઘે મારા ઉપર કૃપા કરવી અને વિદ્વાન સાધુઓને મારી પાસે ભણવા મેાકલવા. હુ તેમને હુંમેશા સાત વાયના આપીશ.' પછી શ્રી સંઘે સાધુઓને ત્યાં અભ્યાસ કરવા મેકલ્યા. તે વખતના સઘમાં આટલી શક્તિ હતી !
܀
તેઓશ્રી શ્રીસ્થૂલભદ્રના વિદ્યાગુરુ હતા. તેમણે સ્થૂલભદ્રને ૧૪ પૂર્વમાંથી દશ પૂર્વની અથ સહિત ને ચાર પૂર્વની મૂળ માત્ર વાચના આપી હતી. તેએ સમર્થ વિદ્વાન હતા. વ્યવહાર સૂત્ર, દશાશ્રુતસ્ક ધ તથા બૃહત્કલ્પ તેમણે પાતે રચેલ છે. આ ઉપરાંત, દશ આગમે (૧) આવશ્યક, ( ૨ ) દશવૈકાલિક, (૩) ઉત્તરાધ્યયન, (૪) આચારાંગ, (૫) સૂત્રકૃતાંગ, (૬) દશાશ્રુતસ્કંધ, (૭) બૃહત્કલ્પ, (૮) વ્યવહાર સૂત્ર, (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૧૦) ઋષિભાષિત પર નિયુક્તિએ રચી છે. વિશેષમાં આદ્યનિયુક્તિ અને પિંડનિયુક્તિ પણ તેમની જ રચના મનાય છે જ્યારે સંસક્તનિયુક્તિ માટે નિશ્ચિત મત ખંધાણુા નથી.
પવિત્ર પર્વાધિરાજ પર્યુષણમાં વંચાતું કલ્પસૂત્ર પણ તેઓએ જ દશાશ્રુતસ્કંધ સુત્રમાંથી જુદું પાડી અનાવ્યું છે.
શ્રી સ્થૂળકે પેાતાની મ્હેના યક્ષા વિગેરે સાધ્વીપણે વંદન કરવા આવતાં ચમકાર ખતાવવાની બુદ્ધિથી સિંહનું રૂપ કર્યું". આ હકીકત શ્રી ભદ્રબાહુસ્વામીના જા વામાં આવતાં તેમણે દશ પ પછી વાંચના આપવી અધ કરી. શ્રી સ ંઘે અન્ય સમ સાધુઓને પૂર્વ શીખવવાનું જણાવ્યું ત્યારે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે ‘સ્થૂળભદ્ર જેવાને જ્ઞાનના અપચા થયા તે ખીજાની તેા શી વાત ?' છેવટે શ્રી સધના આગ્રહથી છેલ્લા ચાર પૂની મૂળથી વાંચના આપી, તે પણ હવે પછી બીજાને ન ભણાવવાની શરતે આપી. શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછી શ્રી ગૌતમસ્વામી, સુધર્માંસ્વામી ને જમ્મૂસ્વામી ત્રણ કેવળી થયા અને પ્રભવસ્વામી, શય્યંભવસૂરિ, યશેાભદ્રસૂરિ, સ’ભૂતિવિજય, ભદ્રબાહુસ્વામી ને સ્થૂળભદ્ર-એ છ ચૌદપૂર્વી-શ્રુતકેવળી થયા. ત્યારપછી દેશ પૂર્વના જ્ઞાની આચાર્યાં થયા. એમ ક્રમે ક્રમે પૂર્વનું જ્ઞાન ઘટતું ગયું..
શાસન પર મહદ્ન ઉપકાર કરી તેએ સ્વગે સીધાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org