________________
શ્રી ભદ્રબાહુ સ્વામી - ૩૦ :-
[ શ્રી તપાગચ્છ પણ ભદ્રબાહુસ્વામીએ તેને તેમ કરતાં વાર્યો, છતાં સૂરિજી પ્રત્યે દ્વેષ તેના અંતરમાંથી ન જ ખસ્યો.
કર્મસંગે વરાહમિહિર મરણ પામી વ્યંતર થયો. પૂર્વભવનું વેર સંભારી તેણે શ્રી સંઘમાં મરકીને ઉપદ્રવ કર્યો. આ અણધારી પીડાથી જનસમાજ ત્રાસી ગયે. શ્રી સંઘે શાંતિ ઉપજાવવા માટે ભદ્રબાહુસ્વામીને આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી. શ્રી સંઘની વિનતિથી તેમણે ઉવસગ્ગહર નામનું સાત ગાથાનું સ્તોત્ર બનાવ્યું જે સાંભળવા, ભણવા અને ગણવાથી મરકીને ઉપદ્રવ શાંત થતું. આ સ્તોત્રમાં એટલે બધે પ્રભાવ હતું કે તેના ભણવાથી ધરણંદ્રને પ્રત્યક્ષ આવવું પડતું. પછી તે લોકે નિરંતર નજીવા કારણું સર પણ ધરણંદ્રને બોલાવવા લાગ્યા. આખરે ધરણેની વિનંતિથી છેલ્લી બે ગાથા ગુરુમહારાજે ભંડારી મૂકી તેથી હાલમાં પાંચ ગાથા ઉપલબ્ધ છે. ઉવસગ્ગહર સ્તોત્રમાં ચમત્કાર જ ભર્યો છે. ઊંડા ઉતરીને વાંચવા-વિચારવામાં આવે તો તેનું ખરું રહસ્ય સમજાઈ શકે. શ્રી પાર્શ્વપ્રભુ, તેમનો પાર્શ્વ નામને યક્ષ, પદ્માવતી દેવી અને ધરણંદ્રની દ્વિઅર્થી સ્તુતિ કરવામાં આવી છે. અર્થ જાણવાની જિજ્ઞાસુને મોટી ટીકા જેવાથી તેને લાભ મળશે.
નવમાં નંદને મારી ગાદીએ બેસનાર ચંદ્રગુપ્ત પર પણ ભદ્રબાહસ્વામીની વિદ્વત્તાની ઘણી જ સારી અસર થઈ. એક વખત ચંદ્રગુપ્ત ભરનિદ્રામાં સૂતો હતું ત્યારે તેને સળ સ્વપ્ન આવ્યાં એ સર્વેને શ્રીભદ્રબાહુસ્વામીએ સ્પષ્ટતાથી ખુલાસો કર્યો, જે સાંભળી આગામી કાળનું દુઃખભર્યું માહાત્મ્ય જાણ રાજા ચંદ્રગુપ્તને બહુ દુઃખ થયું અને કેટલાકના માનવા પ્રમાણે તેણે પોતાના પુત્રને રાજ સેંપી દીક્ષા લીધી.
ભદ્રબાહુ સ્વામીએ જાણ્યું કે બાર વર્ષને ભયંકર દુકાળ પડશે. એટલે તેઓ મહાપ્રાણદયાનને આરંભ કરવા નેપાળ દેશમાં ગયા. દુકાળથી અન્ન પાણીના સાંસા પડવા લાગ્યા. સાધુઓ દક્ષિણ દેશમાં ચાલ્યા ગયા. પણ દુકાળનું એક માઠું પરિણામ એ આવ્યું કે સાધુઓ આગમ પાઠ વિસરી ગયા. પેટ પૂરતો આહાર ન મળે ત્યાં સ્વાથાય તે શી રીતે કરે? વિદ્યાને જે વારંવાર યાદ કરવામાં ન આવે તો તે ભુલાઈ જાય. છેવટે પાટલીપુત્રમાં સંઘ ભેગો થયો અને જેને જે જે સૂત્રો યાદ હતા તે બધા એકઠા કરવા લાગ્યા. અગિયાર અંગે તે પ્રાપ્ત થઈ શક્યા પણ બારમું દષ્ટિવાદ બાકી રહ્યું. બધા મૂંઝાવા લાગ્યા. છેવટે શ્રા ભદ્રબાહુસામી ઉપર નજર ઠરી. તેમને તેડી લાવવા સંઘે બે સાધુઓને મોકલ્યા. ગુરુશ્રીએ કહેરાવ્યું કે “તેઓએ મહાપ્રાધ્યાન શરૂ કરેલ હોવાથી આવી શકશે નહિ” સાધુઓએ આવી સંઘને વાત કરી. સંઘને આમાં પિતાનું સ્વમાન ને પ્રતિષ્ઠાની હાનિ જણાઈ. ભદ્રબાહસ્વામી સમર્થ હતા છતાં તેમને બેધપાઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org