________________
પાવલી ]
શ્રી પ્રભવસ્વામી
૩ શ્રી પ્રભવસ્વામી ગૃહસ્થાવાસ ૩૦ વષ: ચારિત્રપર્યાય ૫૫ વર્ષ તેમાં સામાન્ય વ્રતપર્યાય ૪૪ વર્ષ યુગપ્રધાન ૧૧ વર્ષ આયુષ્ય ૮૫ વર્ષ: સ્વર્ગગમન મ.સં. ૭પ વર્ષ ગોત્ર કાત્યાયન
જયપુરના વિધ્ય રાજાને બે પુત્ર હતાઃ પ્રભવ ને પ્રભુ. કોઈ કારણથી રાજ્યગાદીને હક, પ્રભાવને હોવા છતાં, પ્રભુને સોંપા. પ્રભવનું સ્વમાન ઘવાયું અને નારાજ થઈને તે દેશાંતર ચાલ્યા ગયે. શરૂમાં તેમણે લૂંટ-ફાટ અને ચોરીને ધંધો શરૂ કર્યો. ધીમે ધીમે તેના સાગ્રીતે વધતા ગયા અને તે પ૦૦ ચેરને સવામી બને.
પ્રભવના નામથી રડતાં છોકરા પણ છાના રહી જતાં. પ્રભવ અજેથ્ય ગણાતે. તેને (૧) તાલેદ્દઘાટિની અને (૨) અસ્વાપિની એમ બે વિદ્યા આવડતી જેના પ્રભાવે તે ગમે તેવા તાળા ઉઘાડી શકે અને બીજી વિદ્યાને પ્રભાવે તે સૌ કોઈને નિદ્રાધીન બનાવી શકે.
જંબૂસ્વામીના લગ્ન પ્રસંગે તેના સાથીદારોએ આ પ્રસંગને સંપૂર્ણ લાભ લેવા ઈચ્છા દર્શાવી. તેમનો હેતુ પુષ્કળ ધન મેળવવાને હતો પણ કુદરત તેમને માટે જુદે જ ઘાટ ઘડી રહી હતી. સાંસારિક ધન મેળવવાને બદલે તેમને વૈરાગ્યરૂપી ધન સાંપડ્યું. હળકમ જીવને એ રીતે કુદરત પણ મદદકર્તા બને છે. જબૂસ્વામીના ઘરમાં દાખલ થઈને ધનના પિોટલી બાંધ્યા તો ખરા; પણ અંતે જબૂસ્વામીના પ્રભાવથી તેઓ થંભી ગયા. પછી જબૂસ્વામી અને તેઓની સ્ત્રીઓને પરસ્પર વાર્તાલાપ સાંભળી તેમને પિતાના ધંધા-કૃત્ય માટે પસ્તા થયો. “ બ્રુના શો ધ સૂત” ની કહેવત ચરિતાર્થ કરી બતાવી અને પિતાના ચોરસમુદાય સહિત જંબુસ્વામી સાથે પરમ પાવની દીક્ષા સ્વીકારી.
ધીમે ધીમે તેણે પોતાનું વ્યક્તિત્વ ઝળકાવ્યું અને સંયમની સાધનામાં આગળ વધતા ગયા. પરિષહથી લેશ માત્ર ડર્યા વિના તેને કર્મ ખપાવવાના સાધનરૂપ ગણી હસ્તે મેંએ તેને સત્કાર કરતા. અતિદુષ્કર તપસ્યાને કારણે તેમજ ગુરુચરણની ભાવપૂર્વક સેવાથી તે ચૌદ પૂર્વધારી બન્યા. પિતાને ગણધર કેણ થશે? એ પ્રશ્ન ઉદ્દભવતાં તેમણે જ્ઞાનને ઉપગ દીધે. સ્વ–ગરછમાં કઈ સમર્થ ન જણાતાં તેમણે અન્ય દર્શન પ્રતિ દષ્ટિ દોડાવી. શય્યભવ નામના વિપ્રને સમર્થ જાણી તેમને પ્રતિબધી પોતાની પાટ પર સ્થાપન કર્યા. કુલ પંચાશી વર્ષનું આયુષ્ય પાળી શ્રી મહાવીરસ્વામી પછી પંચેતેરમે વર્ષે સ્વર્ગે સીધાવ્યા.
* શ્રી. 2. કૅન્ફ. હેરાડના જૈન ઇતિહાસ-સાહિત્ય અંક, પુ. ૧૧, અંક ૭-લ્માં તપગચ્છની પદાવલીના ભાષાંતરમાં વિનયધર એવું નામ જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org