________________
-
--
--
---
-
-
શ્રી જંબુસ્વામી
[ શ્રી તપાગચ્છ એક અંગારકારક અરણ્યમાં ગયો. સાથે તેણે પુષ્કળ પાણી લીધું. અગ્નિના તાપથી તેમ જ સૂર્યના પ્રચંડ તડકાથી તે અત્યંત તર થયો. બધું પાણી પી ગયો છતાં તેની તૃષા શાંત ન થઈ. છેવટે તે મૂછ ખાઈને એક ઝાડ નીચે પડી ગયે. ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તે વાવ, કૂવા, તળાવ વિગેરે જળાશનું પાણી પી ગયે છતાં તૃપ્તિ ન થઈ. ડીક વારે જાગૃત થયા પછી તે એક કૂવાને કાંઠે આવ્યો. ત્યાં આગળ હાથની અંજલીમાં પણ ન આવી શકે તેવું કાદવમિશ્રિત થોડું પાણી હતું, તેને તે જીભવડે ચાટવા લાગે, પણ દાઉજવરવાળાની માફક તેને જરા પણ તૃપ્તિ ન થઈ; હું તેના જે મૂખ નથી માટે હે પ્રિયા ! તમે મને રોકવાને નકામો પ્રયાસ કરે છે.
નૂપુરપંડિતાની કથા ત્યારબાદ પાસેના બોલી કે નાથ ! પ્રાણીઓના પરિણામ કર્મને આધીન છે માટે પુણ્યાનુગે પ્રાપ્ત થયેલ ભેગ ભેગ. સંસારમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરનારા તે ન પુરપંડિતા ને ગમાયુ જેવા ઘણા છે.
રાજગૃહી નગરીરમાં દેવદત્ત નામને સેની રહેતો હતો. તેને દેવદિન નામને પુત્ર હતો. તેને દુગિલા નામની ભાય હતી. સખીઓ સાથે એકદા તે તળાવમાં ન્હાવા ગઈ. તેને સ્નાન કરતી જોઈ એક દુઃશીલ યુવક કામવિવશ થયો. દુગિલા પણ તેના રૂપથી તેના પર આસક્ત થઈ. તે યુવકે એક તાપસીની મદદ લીધી. તે તાપસી બે વાર દુગિલા પાસે ગઈ અને ઉપલા ઓળથી તેને ધુતકારી નાખી; પણ દુગિલાના સાંકેતિક સંદેશાથી તે યુવક અંદરનું રહસ્ય સમજી ગયે. નક્કી કરેલા સમયે રાત્રિના મધ્ય ભાગે તેઓ પરસ્પર એકઠા થયા અને દુગિલાના મહેલની નજીકના જ અશોકવનમાં ગયા. પરસ્પરના વાર્તાલાપથી અને મૈથુનની વિવિધ કીડાથી થાકીને એકમેક થઈને સૂઈ ગયા. આ અવસરે દેવદત્ત શરીરચિંતા માટે ઊભે થયે. અશોકવનમાં તેણે પિતાની પુત્રવધુને અને પરપુરુષને સાથે સૂતેલા જોયા. સાથે સૂતેલ પરપુરુષ જ છે કે કેમ? તે નકકી કરવા માટે પાછો વળીને તે પોતાના પુત્રને એક સૂતેલો જોઈ આવ્યું. તે પુત્રની સ્ત્રી દુરાચારિણું છે તેવી ખાત્રી પુત્રને આપવા માટે તેણે પોતાની પુત્રવધૂના પગમાંથી ઝાંઝર કાઢી લીધું અને પાછો સ્વસ્થાને સૂઈ ગયા.
આ બાજુ હલનચલનથી અને ઝાંઝર કાઢવાના અવાજથી દુગિલા જાગી ઊઠી. તેને વસ્તુસ્થિતિ સમજાઈ ગઈ પણ તે કાંઈ કાચી–પિચી નહતી. અબળા ગણાતી સ્ત્રીજાતિ કેવી પ્રબળા બની શકે છે તેના નમૂનારૂપ તે હતી. તેણે સાસરાને બનાવવાની યુક્તિ ગતી કાઢી. પિતાના જારને જગાડીને રવાના કરી દીધું અને પોતાના પતિ પાસે આવીને કપટથી સૂઈ ગઈ. થોડીવારે પતિને જગાડીને કહ્યું-સ્વામિન્ ! અહિં બહુ ઉકળાટ થતું હોવાથી આપણે અશકવનમાં જઈએ. જે ઠેકાણે પરપુરુષ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org