________________
પટ્ટાવલી ]
•
શ્રી જમૂસ્વામી
સૂતી હતી તે જ જગ્યાએ પતિને ગાઢ આલિંગન દઇને સૂઇ ગઇ. ધૂર્તાને ઊંઘ આવે તેમ હતું જ નહિ છતાં ડાળ કર્યાં અને થાડી વારે પેાતાના પતિને જગાડીને કહ્યું કે‘સ્વામી! તમારા કુળમાં આ શે। રિવાજ ? તમારી સાથે હું મર્યાદા રહિત સૂતી હતી તેવામાં તમારા પિતાશ્રી મારા પગમાંથી નુપુર કાઢી ગયા. સસરાએ પુત્રવધૂના સ્પ કરવા ઉચિત છે ?' દેવદિન્ને કહ્યુ–પ્રિયે ! હું સવારે તારી દેખતાં જ ઠપકે। આપીશ. ગિલાએ કહ્યુ–સ્વામી ! એ મને પરપુરુષ સાથે સૂતેલી કહેશે માટે તમે અવશ્ય મક્કમ રહેશે. સવારે દેવદિને પિતાને ઠપકા આપ્ટે ત્યારે દેવદત્તે બધી હકીકત કહી સભળાવી. દેવદિન્ન બાલ્યા–પિતાજી! તમે મને પણ લજન્ગેા. હું જ તે વખતે મારી પ્રિયા સાથે સૂતા હતા. આ સાંભળી દેવદત્તને ઘણી જ વિમાસણ થઇ પડી. છેવટે યક્ષ સમક્ષ તપેાતાની સત્યતાની ખાત્રી કરાવી આપવાનું દુગિલા અને દેવદત્ત અને એ કબૂલ કર્યુ.
૧૫
શાલન નામના યક્ષના એવા પ્રભાવ હતા કે અસત્યવાદી મનુષ્યા તેની જ ધામાંથી બહાર નીકળી શકે નહિ. ફુગિલાને પેાતાનુ ખાટુ' કૃત્ય સાચુ' કરી બતાવવું હતું. તે કેવી રીતે પાર પડે તે માટે તેણે મગજને ખૂબ કસ્યા. છેવટે તેણે એક સુંદર યુક્તિ ગાતી કાઢી, પેાતાના પરપુરુષને ગાંડા થઇને રસ્તામાં પેાતાના સ્પર્શ કરી જવાનું કહેણ મેકલ્યું. પેલેા પરપુરુષ પણ આબેહૂબ ગાંડા થઇને રસ્તામાં દુ`િલાના ગળે વળગી પડ્યો. પૌરજનાએ તેને દૂર કર્યાં. દુ॰િલા યક્ષના મદિરમાં ગઇ અને ખેાલીઃ
• એક મારા પતિ દેવિદેશ અને બીજો ગાંડા પુરુષ એ સિવાય ખીજે કાઈ પણ પુરુષ મારા અંગને અડક્યે ન હેાય તેા હૈ ચક્ષ ! મને તુ' સતી સિદ્ધ કર.' યક્ષ શું કરવું ? તે વિચારમાં રહ્યો ત્યાં તે દુગિલા પસાર થઇ ગઇ. ત્યારથી તેનું નામ નૂપુર૫ડતા કહેવાણું.
દેવદ્યત્તના ખાટા પરાભવ થવાથી તેની નિદ્રા ઊડી ગઈ. તેને નિદ્રા રહિત જાણીને રાજાએ તેને 'તઃપુરના રક્ષક મનાવ્યા. અંતઃપુરમાંની એક રાણી હાથીના મહાવત સાથે પ્રેમમાં પડેલી. તે વારવાર જોયા કરે કે રક્ષક સૂઈ ગયા છે કે નહિ ? તેને વારવાર જોઈ જતી જોઇને દેવદત્ત ખાટી આંખે। મીચીને તમાસા જોવા પડી રહ્યો. દેવદત્તને સૂતેલા જાણીને તે બહાર નીકળી. રાણી ઘેાડી મેાડી થઈ તેથી મહાવતે ખીજાઇને હાથીને ખાંધવાની સાંકળવડે તેને મારી, અચાવમાં રાણીએ અંતઃપુરના નવા રક્ષકની વાત કરી તેથી મહાવતના મનનું સમાધાન થયું. છેલ્લા પહેાર બાકી રહ્યો ત્યારે રાણી પાછી ફ્રી. રાણી જેવાનુ આવુ દુઃશીલ જોઇને દેવદત્તને વિચાર ઉદ્ભવ્યેા કે બીજી સ્ત્રીઓની તે વાત જ શી કરવી ? પોતાના પુત્રવધૂની દુઃશીલની ચિંતા નાશ પામી તેથી તેને ગાઢ ઊંઘ આવી ગઇ.
સવાર થઈ છતાં ધ્રુવદત્ત જાગ્યા નહિ. સેવકેાએ રાજાને વાત કરી. રાજાને તેમાં કઈ રહસ્ય જણાયું. દેવઢત્તને જગાડીને પૂછ્યું તે રાત્રિને બધા હેવાલ સવિસ્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org