________________
પટ્ટાવલી ]
૧૩..
શ્રી જમ્મૂસ્વામી
આવુ... ભાજન કેમ મળે તેવા તેણે પ્રશ્ન પૂછ્યો. જવાબમાં તેને કહેવામાં આવ્યુ કે ઘઉંનું વાવેતર કરીને, તેને લણીને, તેના લેટ કરવા, પછી તેને શેકવા વિગેરે. પેાતાને ગામ આવીને તેણે પેાતાનુ' આખું ખેતર વગરવિચાર્યે લણી નાખ્યું. તેના પુત્રાએ તેને ઘણા સમજાવ્યા. કેડમાંનુ છેાકરુ નાશ પામે ત્યાં ગાઁમાં રહેલા છેકરાની આશા શી ? છતાં તેણે માન્યું નહિ અને બધી જમીન દડે રમવા જેવી કરી મૂકી. પછી તેણે કૂવા ખાદાવવા માંડચો પણ પાણી તે શુ કિન્તુ કાદવ પણ ન નીકળ્યો. આવી રીતે કશુ કે કેાદરાના નાશ કર્યાં અને ઘઉં કે શેરડી થઇ નિહ. તેના ખેતરની જમીન જ એવી હતી કે તેમાં ઘઉં કે શેરડી થઈ શકે જ નહિ. તેવી રીતે તમે પણ બેઉ તરફથી સ્થાનભ્રષ્ટ ન થાઓ તેના વિચાર કરશે.
કાગડાની કથા
જવાખમાં જ બૂકુમારે કહ્યું કે-કાગડાની જેમ હુ` રાગી નથી કે જેથી વિનાશ પામું, નમઁદા નદીને કાંઠે વિષ્ય નામના જગલમાં એક હાથી હતા. તેના અવસાન માદ કુતરા, શિયાળ વિગેરે તેનું માંસ ખાવા લાગ્યા. એક કાગડા ગુદાના વિવરમાં દાખલ થઇ અંદર રહેવા લાગ્યા અને સુખપૂર્વક શરીરના માંસને ખાવા લાગ્યા. એકદા સૂર્યના પ્રચંડ તાપથી રંધ્ર ( કાણુ ) પૂરાઈ ગયું જેથી કાગડા અંદર રહી જવા પામ્યા. એકદા અતીવ વરસાદથી હાથીનુ શરીર તણાણું અને નદીદ્વારા સમુદ્રમાં દાખલ થઈ ગયું. પાણીના મારાથી તે રંધ્ર આર્દ્ર બન્યું–ઉઘડયું અને કાગડો બહાર નીકળ્યા પણ ચાતરક્ વિશાળ સમુદ્ર હાવાથી તે કાંઠે આવી શકચેા નહિ અને પ્રાંતે મરણને પ્રાપ્ત થયા. વાનરની કથા
પછી પદ્મશ્રી નામની ખીજી સ્ત્રી ખેાલી કે-વધુ પ્રાપ્ત કરવાનેા લાભ કરશે તા વાનરની જેમ પસ્તાશે.
વાનર–નાનરીની એક જોડી હતી. કૂદકા મારતા અચાનક પડી જવાથી તીથભૂમિના પ્રભાવથી વાનર મનુષ્ય થઇ ગયેા. આ જોઇ વાનરી પણ તેવી જ રીતે મનુષ્ટિણી થઇ. હવે વાનરને દેવ થવાને લાભ થવાથી તેણે તેવી જ રીતે ફરી વાર પડવાનું જણાવ્યું. વાનરીએ ના પાડી છતાં તેણે તેમ કર્યું જેથી ક્રીને તે મનુષ્ય મટી વાનર બની ગયા. રાજપુરુષો એ વાનરી–સ્રીને પકડીને રાજા સમક્ષ લઇ ગયા. રાજાએ તેને પેાતાની રાણી અનાવી. વાનરને નટ લેાકેાએ પકડવો અને તે જ રાજા પાસે નાચ કરાવવા લાવ્યા. રાણીને જોઇને વાનરને પૂર્વ સ્મરણ તાજું થયું પણ તે અફળ હતું. તેમ તમને પણ પાછળથી પસ્તાવાના સમય ન આવે તે વિચારો.
અંગારકારકની કથા
જવાબમાં જખૂકુમારે જણાવ્યું કે–અંગારકારક( કાલસા પાડનાર )ની જેવા હું' નથી કે જેથી તૃપ્તિ જ ન પામું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org