________________
શ્રી જ બૂસ્વામી
[ શ્રી તપાગચ્છ મધ્યરાત્રિના તે પાંચ સો ચોર જંબૂકુમારના મહેલમાં દાખલ થયા. જંબૂકુમાર અને તેની આઠ સ્ત્રીઓ ચિત વાર્તાલાપમાં મગ્ન હતાં. પ્રભવે પિતાની વિદ્યાને ઉપયોગ કર્યો તેની જંબુસ્વામી ઉપર અસર થઈ નહીં પરંતુ સ્ત્રીઓની આંખ ઘેરાવા લાગી. ચરોએ પોતપોતાને ફાવે તેમ ધનના પિોટલા બાંધવા માંડયા.
ગાંસડા તૈયાર કરીને ઉપાડીને જ્યાં ચાલવા જાય છે ત્યાં તે બધા ચોરે થંભી ગયા. પ્રભવે આસપાસ જોયું તે ફક્ત એક જંબૂકુમારને જાગતા જોયા. તેને ઘણું આશ્ચર્ય થયું. બે હાથ જોડી વિનતિ કરી કે-“મહાનુભાવ! તમારી શક્તિ અપાર છે. મને તમારી થંભની વિદ્યા શીખવો, બદલામાં હું મારી બંને વિદ્યા તમને આપું.” જવાબમાં જંબૂકુમારે જણાવ્યું કે-“ભદ્ર! મારી પાસે કોઈ વિદ્યા કે જાદુ નથી. ફક્ત ધર્મ જ જીવ-જાગતે પ્રભાવિક છે. તેના ચમત્કારથી જ તમે સૌ થંભી ગયા છે. આવતી કાલે હું દીક્ષા લેનાર છું. મને ધનને મેહ નથી, પણ તમે આજે ચેરી કરીને ધન લઈ જાઓ તે કાલે લોકો કહેશે કે ધન ચોરાઈ ગયું તેથી હવે દીક્ષા લેવા નીકળ્યા ! આ ટે આક્ષેપ ન આવે તેટલા માટે મેં મહાચમત્કારી ગુણગર્ભિત શ્રી નવકારમંત્રનું સ્મરણ કર્યું અને તેના પ્રતાપે જ તમે સૌ સ્થિર થઈ ગયા છે.'
દીક્ષાની વાત સાંભળી પ્રભવ તે આ જ બની ગયો. આટલી બધી ઋદ્ધિ-સિદ્ધિ, એકને એક પુત્ર, લાડમાં ઉછરેલ, માન-પ્રતિષ્ઠા-આબરુ સૌ કાંઈ છતાં કેવી અજબ ભાવના ! પ્રભવને આત્મા વધુ જાગૃત બન્યું. તેણે ધમ જાણવાની જિજ્ઞાસા દર્શાવી.
મધુબિંદુની કથા દ્વારા જ બૂકુમારે સંસારનું સ્વરૂપ આબેહૂબ રીતે વર્ણવી બતાવ્યું. પ્રભવે પોતાની વિદ્યા સંહરી લેવાથી સ્ત્રીઓ પણ સચેત બની ગઈ હતી.
સ્ત્રીઓએ નક્કી કર્યું હતું કે જંબૂકુમારને કેઈપણ હિસાબે સંસારમાં જ આસક્ત રાખવા તેથી તેઓએ કથા દ્વારા ઘણા પ્રયત્ન કરી જોયા; પશુ સિંહને શિયાળની બીક શી ? જંબૂકુમાર તથા તેમની સ્ત્રીઓને તે વાર્તાલાપ ઘણે જ રસપ્રદ અને બેધદાચક હેવાથી ટૂંકમાં આપવો ઉચિત ગણાશે.
બક ખેડૂતની કથા પહેલી સમુદ્રશ્રીએ જબ્રકુમારને કહ્યું-નાથ ! પેલા ખેડતની માફક પાછળથી પસ્તાવું ન પડે તે ધ્યાનમાં રાખશે.
અસીમ ગામમાં બક નામનો ખેડૂત રહેતે હતો. વર્ષાકાળમાં તેણે પોતાના ખેતરમાં કંગુ અને કેદરા વાવ્યા. વરસાદ સારો થવાથી તેનું ખેતર સારું પલ્લવિત થયું. ભાગ્યમે તેને મહેમાન તરીકે બહારગામ જવાનું થયું. જમણુમાં તેને ગેબ અને માંઠા મળ્યા. હમેશાં કેદરા ખાનારને આ ભેજન અમૃત સમાન લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org