________________
શ્રી જંબૂસ્વામી
[ શ્રી તપાગચ્છ, દેવી ધારિણીએ અષભદત્ત શ્રેષ્ઠીને સ્વપ્નની વાત જણાવી. શ્રેષ્ઠીએ ચામિત્રના વચન પર શ્રદ્ધા રાખવાનું જણાવ્યું. ધીમે ધીમે ગર્ભ વધવા લાગે અને સાથે સાથે ધારિણીની ધર્મ પ્રત્યેની અભિરુચિ પણ વધુ વેગવાળી બની.
સમય પરિપકવ થયે સિંહ સવપ્નથી સૂચિત જંબૂકુમારને જન્મ થયો. પોતાની સાથે લમીને જ ન લાવ્યા હોય તેમ તેમના જન્મ પછી ત્રાષભદત્ત શેઠની અદ્ધિસિદ્ધિ ઉભરાવા લાગી. જન્મ સમયે રાષભદત્તે યાચકજનને ઈચ્છિત દાન આપીને સંખ્યા અને ધમ ઉત્તેજનના અનેક કાર્યો કર્યા.
જંબૂકમાર ધીમે ધીમે બાલ્યકાળ વટાવીને યુવાવસ્થામાં દાખલ થયા. તેમના મુખની કાંતિ ચંદ્રને પણ શરમાવે તેવી શેવા લાગી. જંબૂકમારના વેવિશાળના કહેણ આવવા લાગ્યા.
તે જ નગરના કેટલાક શ્રેષ્ઠીઓ એકદા ઋષભદત્ત શેઠને ત્યાં આવ્યા અને પોતપોતાની પુત્રીઓ સાથે જંબૂકુમારને સંબંધ જોડવા વિનતિ કરી. રાષભદત્ત પિતાના પુત્રને વિવાહિત થયેલા જેવાને ઘણા જ ઉત્સુક હતા. તેમણે તેમની વિનતિ સ્વીકારી અને સમુદ્રપ્રિયની સમુદ્રશ્રી, સમુદ્રદત્તની પદ્મશ્રી, સાગરદત્તની પાસેના તથા કુબેરદત્તની કુબેરસેના નામની કન્યાઓ સાથે સંબંધ જોડવામાં આવ્યું. આ ચારે કન્યાઓ જબૂસ્વામીના દેવભવની (વિદ્યુમ્માલી) દેવીઓ હતી. આ ઉપરાંત કુબેરસેનની નભસેના, શ્રમણદત્તની કનકશ્રી, વસુષેણની કનકવતી તથા વસુપાલિતની જયશ્રી નામની કન્યાઓ સાથે પણ વેવિશાળ કર્યું. આમ દેવાંગના સમ રૂપવાળી આઠ કન્યાઓ સાથે જંબુકમારને વિવાહસંબંધ થવાનું નક્કી થયું.
એકદા વિહાર કરતાં કરતાં અને ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ પમાડતા શ્રી સુધમાંસ્વામી રાજગૃહી નગરી નજીક સમવસર્યા. જંબૂકુમારને તેમના આગમનની વધામણી મળી. વરસાદના આગમનથી જેમ ચાતક હર્ષિત થાય તેમ જંબૂકુમારને અતિ હર્ષ થયો.
શાંતરસનિધાનને બીજો શો ઉપદેશ હોય ? સુધમાંસ્વામીની દેશના સાંભળી હળુકમી જેબૂકમારને આત્મા વૈરાગ્યવાસિત થયો. તેમને સંસારની ઘટમાળનેવિચિત્રતાનો ખ્યાલ આવ્યો. તેમને સુષુપ્ત આત્મા જાગૃત બન્યા. તેમણે શ્રી સુધમાંસ્વામીને પ્રાર્થના કરી “સ્વામિન ! માતા-પિતાની રજા લઈ આવું ત્યાં સુધી આપ અત્રે જ સ્થિરતા કરશો.”
વાયુ જેવી ગતિવાળા અશ્વ-રથમાં બેસીને જંબૂકુમાર નગર પ્રતિ ચાલ્યા. નગરના દરવાજા નજીક આવતાં લોકોની મોટી ઠઠ્ઠ જોઈ. લશ્કરી સિનિક, હયદળ, પાયદળ વિગેરેને એટલો બધે સમૂહ ભેગે થયો હતો કે તલમાત્ર જગ્યા ન મળે. જંબૂકુમારને બધે સમૂહ વિખરાઈ જાય ત્યાં સુધી રાહ જોવી પાલવે તેમ ન હતું. તરત જ તેમણે બીજા દરવાજાને રસ્તે લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org