________________
પાવલી ]
શ્રીસુધર્માસ્વામી त्यत्रोदयपदं प्रथमोदयस्यापि प्रथमाचार्यः श्रीसुधर्मति सूचकं ।। स च पंचाशदू वर्षाणि ( ५० ) गृहस्थपर्याये, त्रिंशदू वर्षाणि (३०) वीरसेवायां, वीरे निवृते वा द्वादशवर्षाणि ( १२ ) छाप्रस्थ्ये, अष्टौ ( ८ ) वर्षाणि केवलिपर्याये चेति सर्वायुः शतमेकं ( १०० ) परिपाल्य श्रीवीरादू विंशत्या (२० ) वर्षेः सिद्धिं गतः ॥ श्रीवीरज्ञानोत्पत्तेश्चतुर्दश ( १४ ) वर्षे जमालिनामा प्रथमो निह्नवः । षोडश ( १६ ) वर्षे तिष्यगुप्तनामा द्वितीयो निह्नवः ॥ २ ॥
વ્યાખ્યાથ-ગુરુપરંપરાના મૂળ કારણરૂપ શ્રી વર્ધમાન નામના છેલ્લા તીર્થકર છે. તીર્થંકર મહારાજાઓ જ ગુરુપરંપરાના ઉદ્દભવ-કારણરૂપ હોય છે, પણ ગુરુપરંપરામાં તેમની ગણના કરાતી નથી. પોતે જાતે જ તીર્થ (ચતુર્વિધ સંધ: સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) પ્રવર્તાવનાર હેવાથી તેઓને પધરપણું-કોઈની પાટે આવવાપણું હોતું નથી.
શ્રી મહાવીર સ્વામીની પાટે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી પ્રથમ પધર થયા. તે કેવા લક્ષણવાળા હતા ? અગ્યાર ગણધર મહારાજાઓને ગણધરપદ આરોપણ અવસરે શ્રીસુધર્મારવામીની શિષ્ય પરંપરા ચાલવાની હેઇને, શ્રીસુધર્માસ્વામીને ઉદ્દેશીને શ્રી વીર પરમાત્માએ તેમને દુષ્પસભસૂરિ સુધી ગણની અનુજ્ઞા આપી. એટલે કે તેમને ગણાધીશ બનાવવામાં આવ્યા. વળી પહેલા ઉદયના પ્રથમ પદધર શ્રી સુધર્માસ્વામી થયા તે સૂચવવા માટે જ તત્પઢોય શબ્દ મૂકવામાં આવે છે. તેઓ ૫૦ વર્ષ ગૃહસ્થાશ્રમમાં, ૩૦ વર્ષ વિરપરમાત્માની સેવામાં, વીર પ્રભુના નિર્વાણબાદ ૧૨ વર્ષ છઘરથપણામાં અને ૮ વર્ષ કેવળજ્ઞાની તરીકે એવી રીતે કુલ ૧૦૦ વર્ષનું આયુષ્ય પાળીને શ્રીવીર પ્રભુ પછી ૨૦ વર્ષે મેક્ષે ગયા.
શ્રી વીર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ૧૪ વર્ષે જમાલિ નામને પહેલે અને ૧૬ વર્ષે તિષ્યગુપ્ત નામને બીજો નિહલ થે. ૨.
૧ થી સુધર્માસ્વામી ૫૦ વર્ષ ગૃહસ્થાશ્રમ : ૫૦ વર્ષ ચારિત્રપર્યાય. તેમાં ૩૦ વર્ષ વીરસેવા: ૧૨ વર્ષ છદ્મસ્થ: ૮ વર્ષ કેવળી : સર્વાય ૧૦૦ વર્ષ : ગોત્ર અગ્નિવેશ્યાયન નિર્વાણ મ. સં. ૨૦
ચરમ જિનપતિ શ્રી મહાવીર સ્વામીની પાટે પંચમ ગણધર શ્રી સુધમાં સ્વામી બિરાજ્યા. શ્રી મહાવીરસ્વામીના અગ્યાર ગણધરો પિકી નવ ગણધર મહારાજાઓ તે ભગવાનના નિર્વાણ સમય પૂર્વે જ સિદ્ધિપદને પ્રાપ્ત થયા હતા અને ગામસ્વામી તરત જ કેવળજ્ઞાન પામવાના હતા તેથી તેઓશ્રીએ પોત પોતાના ગચ્છને ભાર શ્રી, સુધર્માસ્વામીને સેંગ્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org