________________
-
-
-
-
-
-
-
--
--
--
-
-
-
-
--
--
-
-
--
--
-
-
શ્રી સુધર્માસ્વામી
[ શ્રી તપાગચ્છ શ્રી સુધર્માસ્વામી અગ્નિવેશ્યાયન ગોત્રના હતા. માતાનું નામ ભદિલા અને પિતાનું નામ ધમિલ હતું. તેમને જન્મ કલ્લાક નામના ગામમાં થયેલ હતું.
તેઓ વેદાદિ શાસ્ત્ર-સિદ્ધાંતને અભ્યાસ કરી વેદના પારગામી બન્યા હતા. શ્રી ગૌતમાદિ અગ્યારે વિપ્રકુમારે પોતપોતાને અજેય માનતા હતા. તેમનું જ્ઞાન અતુલ હતું, છતાં સાચી દિશા સૂઝી ન હતી. તે સમય ક્રાંતિને હતે. અંધશ્રદ્ધાના ઓઠા તળે સર્વ પ્રજા ત્રાસી ગઈ હતી. યજ્ઞ-યાગાદિમાં કરાતા હોમ-પ્રાણી હિંસાને પુન્ય મનાવવામાં આવતું !
એક સમયે સામિલ નામના બ્રાહ્મણે યજ્ઞ નિમિત્તે તેઓને નિમંડ્યા. તે સમયે બન્યું એવું કે ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી ત્યાંની નજીકની ભૂમિમાં જ સમવસરેલા હતા એટલે તેમને વંદન કરવા નિમિત્તે સંખ્યાબંધ દે આવ્યા. દેવતાઓને આવતા જોઈ શ્રી ગૌતમે પિતાના સાથીદારને યજ્ઞ-કમને પ્રભાવ જણાવતાં સગવું કહ્યું કે-જુઓ ! દેવતાઓ પ્રસન્ન થઈને આપણા યજ્ઞમાં ભાગ લેવા આવે છે. ખરી પરિસ્થિતિ તે જુદી જ હતી તેથી ચંડાળના ગૃહનો ત્યાગની માફક દેવતાઓ તે યજ્ઞકુંડને ત્યાગ કરીને સમવસરણભૂમિ પ્રતિ ચાલ્યા. આથી ગૌતમસ્વામી(ઇંદ્રભૂતિ)ને ઘણે ઉદ્વેગ થયે અને મહાવીરસ્વામીને-ઇંદ્રજાળિયાને જીતી લેવાની બુદ્ધિથી સમવસરણ તરફ ચાલ્યા. પણ ત્યાં જતાં જ વાતાવરણ જુદુ જ ભાસ્યું. ભગવાને તેમની શંકાનું સમાધાન કર્યું અને પ્રાંતે તેમની પાસે ચરિત્ર ગ્રહણ કરી આત્મા ઉજજવળ બનાવ્યું. એક પછી એક એમ અગ્યારે વિપ્રકુમારને પ્રતિબંધ પમાડી ભગવાને તેઓને જૈન શાસનના સ્થંભ બનાવ્યા.
શ્રી સુધમાં સ્વામીને મનમાં એવી શંકા હતી કે-આ જીવ જે આ ભવમાં છે તે જ પરભવમાં થાય છે, કારણ કે સંસારમાં કારણને મળતું જ કાર્ય થાય છે. શાળીબીજ વાવીને કંઈ વાંકુર લણી શકાય નહિ.”
પરંતુ ભગવાને તેમની કુકલપનાનું સરસ રીતે સમાધાન કર્યું. સંસારમાં મનુષ્ય સરળતા, મૃદુતાવડે મનુષ્યનું આયુષ્ય બાંધે તે મનુષ્યપણે જમે છે જ્યારે માયાકપટ-દંભ વિગેરે ખરાબ કર્મો કરી પશુનું આયુષ્ય બાંધે તે પશુપણે પણ ઉત્પન્ન થાય છે. જીવની જુદી જુદી સ્થિતિમાં ઉત્પત્તિ કર્માધીન જ છે, અને તેથી સંસારભરમાં વિવિધ જાતિના મનુષ્ય-પ્રાણીઓ આપણને દેખાય છે. “કારણને મળતું જ કાર્ય થાય છે” એ કહેવું યુક્તિસંગત નથી, કારણ કે શૃંગ વિગેરેમાંથી શર પ્રમુખ ઊગી નીકળે છે. આવા પ્રકારના ઉત્તમ બેધથી તેઓએ પિતાના પાંચ સો શિષ્યોના પરિવાર સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
શ્રી સુધર્માસ્વામી જૈન શાસનના સમર્થ જ્યોતિર્ધર બન્યા. અવિરત વિહારથી અને અમૃત સરખી દેશનાથી તેમણે અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ્યા. જેમ ચંદ્રકિરણથી ચંદ્રકાંત મણિ દ્રવે છે તેમ શ્રી સુધર્માસ્વામીની વાધારાથી પ્રાણીઓ સંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org