________________
મધ્યાહે આવ્યા અને લખી આપવા જણાવ્યું તે સમયે ઉદયકરણ પાસદર પ્રમુખ શ્રેષ્ઠીઓએ વિજયદાનસૂરિને પૂછયું કે- પાટણથી ઉપાધ્યાયજીને કાગળ આવ્યા છે ?” ગુરુએ કહ્યું કે “કંઈ સમાચાર નથી.” એટલે શ્રાવકેએ કહ્યું-“ઉપાધ્યાયજીને પત્ર આવવા દ્યો, પછી વિચારીને જવાબ આપજે.” સાંજે ઉપાધ્યાયજીને પત્ર આવ્યું અને તેમાં સર્વ વસ્તુ વિગતવાર જણાવી હતી. તે પત્ર વાંચતાં જ વિજયદાનસૂરિને ખરતને પ્રપંચ સમજા ને પિતાને જણાયું કે પોતે કબૂલાત લખી આપી હત તો મોટી ભૂલ જ થાત. સવારે ખરતરો આવ્યા ત્યારે “અભયદેવસૂરિ ખરતર હતા” એ પ્રમાણે લખી આપવાની ચોખ્ખી ના પાડી. બાદ પાટણમાં આ બાબત વાદ-વિવાદ ચાલતાં ઉપાધ્યાયજીને વિજય થયો હતે.
'ઉપાધ્યાયજીને શિષ્ય સમુદાય પણ વિપુળ હતું. તેમનામાં વાદવિવાદ કરવાની શક્તિ ઉપરાંત ગ્રંથ-રચનાની પણ અપૂર્વ વિદ્વત્તાવાળી શક્તિ હતી અને તેને પરિણામે તેમણે નીચેનાં ગ્રંશે રચ્યાં હતા.
એષ્ટિકમતિસૂવ દીપિકા, તત્ત્વતરંગિણી વૃત્તિ પ્રવચન પરીક્ષા યાને ઈર્યાપથિકા ષáિશિકા કુપક્ષકૌશિકાદિત્ય વૃત્તિ જબૂદ્વીપપ્રાપ્તિ ટીકા કલ્પસૂત્રકિરણાવલી
તપાગચ્છ પદાવલી (પ્રસ્તુત પુસ્તક) પર્યુષણ શતક
સર્વશતક સવૃત્તિ વર્ધમાનદ્ધાત્રિશિકા
તેઓ વિ. સં. ૧૯૫૩ માં ખંભાત નગરમાં કાર્તિક શુદિ નવમીને દિવસે શાસનની અવિરત સેવા બજાવી સ્વર્ગવાસી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org