________________
દ્રવ્યલિગ તા સથા જીવનું સ્વરૂપ નથી અને ભાવલિગ જે સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રની શુધ્ધ નિળ પર્યાય, જે પુણ્ સ્વરૂપ એવા મેાક્ષનું સાધક છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે. પરમા` સૂક્ષ્મ શુધ્ધ નિશ્ચયનયથી તે પણ જીવનું સ્વરૂપ નથી. આહાહા ! સાધક પર્યાયને દ્રવ્યની છે તેમ
રચારથી કહેવામાં આવે છે. દેહાદ કે રાગાદિ તે જીવના નથી જ પણ અહીં તે ભાવલિંગની નિળ પર્યાય જે મેાક્ષની સાધક છે તે પણ જીવની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે, પર્યાયનુ લક્ષ છેડાવવા ભેદજ્ઞાનની પરાકાષ્ઠાની આ ગાથા (પરમાત્માપ્રકાશ-૮૮) છે. ધ્રુવસ્વભાવની સન્મુખ જે ધ્યાનની અક્સ્પાય સાધક પાઁય પ્રગટ થાય છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ છે, પરમાંથી તો ત્રિકાળી ધ્રુવસ્વભાવ જ જવનુ' સ્વરૂપ છે. આવી વાત તા ભાગ્યશાળી હોય તેને કાને પડે છે (૩૩)
૧૨
આહાહા ! આખી દુનિયા ભૂલાઈ જાય એવું તારું પરમાત્મ તત્ત્વ છે. અરેરે ! ત્રણલાકના નાથ થઇને રાગમાં રાળાઈ ગયા ! રાગમાં તે દુઃખની જવાળા સળગે છે. ત્યાંથી દષ્ટિને છોડી દે! અને જ્યાં સુખના સાગર ભર્યો છે ત્યાં તારી દ્રષ્ટિને ! જોડી દે ! રાગને તું ભુલીજા ! તારા પરમાત્મતત્ત્વને પર્યાય વીકારે છે પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલીજા ! અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય શા? પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગને દેહની વાત કયાં રહી? આહાહા! એકવાર તો મડદા ઉભા થઇ જાય એવી વાત છે એટલે કે સાંભળતાં જ ઉછળીને અંતરમાં જાય એવી વાત છે.
(૪૦)
(૧)
%