________________
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર એ પ્રમાણે પોતાના પિતાના વચન રૂપ દાવાનળથી પ્રદીપ્ત
થયું છે શરીર જેનું એવો તે કુમાર મહનસિદ્ધપુત્રને શાપ. સહિત નગર છેડી ચાલ્યા ગયે. આગળ
જતાં એક નગર આવ્યું. ત્યાં નગરના બહાર તળાવની પાળ ઉપર બેઠેલા અને એક સિદ્ધપુત્ર જેમના ચરણની સેવા કરતા હતા એવા મુનીંદ્રને નમસ્કાર કરી રાજકુમાર મિત્ર સહિત ત્યાં બેઠે. તેવામાં સુંદર પિારાંગનાઓનું એક મુખ્ય મંડલ આવ્યું. મુનીને જોઈ તેઓમાંથી એક સ્ત્રી બોલી, સખી! અલી સખી! જે જે આ એક આશ્ચર્ય છે. આ ભિક્ષુકનું સ્વરૂપ નેત્રને આનંદજનક કેવું સુંદર દીપે છે તે સાંભળી પોતાના રૂપથી ગર્વિષ્ટ થએલી અન્ય સ્ત્રી થન્કાર કરી બોલી, સખિ! એના ગાલ તે સુકાઈ ગયા છે તેથી સુંદરતાનું કયાં ઠેકાણું છે? માટે એને પતિ ન કરીશ. આ વાત સિદ્ધપુત્રના સાંભળવામાં આવી તેથી તેણે જાયું કે આ પણ ગુરૂનું હોટું અપમાન થયું ગણાય. એમ સમજી સિદ્ધપુરૂષ તે સ્ત્રી ઉપર એકદમ કોપાયમાન થઈ ગયે અને પોતાની વિદ્યાના બળથી મશ્કરી કરનાર તે સ્ત્રીને મુનિ ઉપર રામવાલી કરી. ત્યારબાદ તે સ્ત્રી અન્ય સ્ત્રીઓની સમક્ષ મુનિ પ્રત્યે બોલી, સુંદર અંગવાળા એવા હે ભાગ્યવાન ! મ્હારા વિના અહીંથી ચાલવાને હારા પગ ઉપડતા નથી ! તેની સખીઓ બેલી, પ્રિય સખી! પ્રથમ એને જોઈ હૅ થકાર કર્યો તેનું આ ફળ આવ્યું! જેણીનું મુખ દીનતામાં આવી પડયું છે એવી તે સ્ત્રી બેલી, મહારી સખીઓ થઈ તમે જ્યારે ક્ષત ઉપર ક્ષાર નાખશે તે પછી મહારે શરણ કેનું રહ્યું? વળી તમે હવે આ છેવટની જલાંજલિ આપે છે એમ નક્કી સમજજો. ત્યારબાદ તરતજ બહુ દુ:ખથી પીડાએલી તે સ્ત્રી પૃથ્વી પર પડી ગઈ અને બહુ વિલાપ કરવા લાગી. તે સાંભળી સિદ્ધપુત્ર, પિતાની વિદ્યા