________________
(૬૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પકડી સભાની બહાર જઈ મુકુટાદિક સર્વ અલંકાર કુમારને આપી પોતાની પ્રજાને કહ્યું કે હવેથી આ કુમાર તમારે રાજા છે. એની આજ્ઞામાં હમેશાં વર્તવું, એમ. ઉપદેશ આપ્યા બાદ પરિ જન સહિત કુમારને પ્રણામ કરી કેવલી ભગવાનના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. તેમજ રાણીએ પણ નવીન રાજગાદીએ બેઠેલા કુમારને પુછી પોતાના દુશ્ચરિત્રની શુદ્ધિ માટે દીક્ષા ગ્રહણ કરી, તેમજ કેટલીક અન્ય રાણીઓએ પણ દીક્ષા લીધી. ત્યારબાદ કેવલી ભગવાન અને અન્ય દીક્ષાધારી મુનિઓને નમસ્કાર કરી રાજા પિતાના સ્થાનમાં વિદાય થયે. પછી રાજા પોતે હમેશાં મુનિઓની સેવામાં હાજર રહે હતે. એમ કરતાં કેટલાક દિવસ પોતાના પરિવાર સહિત મુદ્ર ત્યાં રહીને પછી અન્ય દેશમાં વિહાર કર્યો. વીરકુમાર રાજા નીતિપૂર્વક રાજ્ય ચલાવતે અને પ્રજાનું
સંરક્ષણ કરતું હતું. તેમજ જૈનશાસનની વીરકુમારને ઉન્નતિ કરવામાં તત્પર હતા. વિનયગુણ સંમેક્ષ, પન્ન એવા મંત્રીના પુત્રને દરેક સ્થાને
આત્મ સમાન ગણતા હતા. તેવામાં રિપુમર્દન રાજાને લેખ આવવાથી ડેક પરિવાર સાથે લઈ વિમળને રાજ્ય કારભાર સોંપી પોતે શ્રીનિલયનગરમાં ગયે. ત્યાં પોતાના પિતાને સમાગમ કરી ધર્મતત્વને ઉપદેશ પ્રાપ્ત કર્યો. રિપુમર્દન રાજાએ પણ પુત્રથી ધર્મતત્વ જાણુને તેને રાજ્ય કારભાર સંપીને વિધિપૂર્વક દીક્ષા લીધી, ત્યારબાદ વીરકુમાર રાજા પણ ચિરકાલ શ્રાવક ધર્મ પાળી રણધવલ રાજર્ષિના ચરણમાં દીક્ષા લઈ નાના પ્રકારના દેશરૂપી સરોવરમાં ભવ્ય પ્રાણિરૂપ કમલેને બહુ સમય પત પ્રતિબંધ કરી સૂર્યની પેઠે મોક્ષ (અસ્ત) પામ્યા. માટે હે ભવ્ય પ્રાણિઓ ! આ