________________
સેનશ્રેણી કથા.
(૧૦૧)
सेनश्रेष्ठीनी कथा.
સ્થલપરિગ્રહપરિમાણવ્રત. દાનવીર્યરાજા બહુ પ્રસન્ન થઈ પ્રભુના ચરણમાં મસ્તક નમાવી
બે, હે ધર્મરક્ષક ? જગશુરૂ ! જગદ્ ગુરૂ ! ચાર અણુવ્રતની વ્યાખ્યા સાંભળી મહને
બહુ આનંદ થયે. હવે પાંચમા વ્રતને ઉપદેશ આપી અમને કૃતાર્થ કરે. આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે રાજન્ ? હવે પાંચમા અણુવ્રતનું સ્વરૂપ કહું છું તે તું સાવધાન થઈ શ્રવણકર ક્ષેત્ર, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, મનુષ્ય, પશુ અને અન્ય ધાતુ વિગેરે વસ્તુઓનું જે પુરૂષ પરિમાણ કરે છે એટલે કે આટલી વસ્તુજ હારે વાપરવી અધિકનો ત્યાગ છે, એ જે મનુષ્ય નિયમ કરે છે તેઓ સેન છેછીની માફક પર લેકમાં અપરિમિત સુખ ભોગવે છે. સુવર્ણમય ઇવજપતાકાઓથી સુશોભિત અનેક જૈનમંદિરો
. જેમાં રહેલાં છે એવી કાંચી નામે નગરી સેનશ્રેણી છે. તેમાં નરપાલ નામે રાજા રાજ્ય કરે છે.
શિવનામિકા નામે તેની સ્ત્રી છે. વળી તે નગરીમાં બહુ ધનાત્ય સેન નામે એક શેઠ છે, પરંતુ તે મિથ્યાદ્રષ્ટિ છે. કુવલયમાલા નામે તેની સ્ત્રી છે. તે કમલની માલાની માફક સર્વગુણ સંપન્ન છે. તેઓને હરિ, હર અને બ્રહ્મા એ નામના ત્રણ પુત્રો છે. વળી તેઓ બહુ વિનયી, સુવર્ણ સમાન કતિવાળા સર્વ કલાઓના પારગામી અને નીતિશાસ્ત્રના નિધાન તરીકે ગણાય છે.