________________
ભરતકીનીકથા.
(૧૨) આપ્યું છે, તે ધનને જલદી તું ત્યાગ કર. નહીંતે હું જુદો રહીશ. ધનમાં લુબ્ધ થયેલે તે બે ભાઈ! આ ધન હે વેપારથી મેળવેલું નથી, કેઈની ચોરી કરી નથી, તેમજ બળા કારથી પણ મેળવ્યું નથી. પરંતુ હારા ના કહ્યા છતાં લક્ષમી દેવીએ આ ધન આપેલું છે. અને તે પણ મેં હારા નિયમ પ્રમાણે રાખી બાકીનું સ્વજનેને આપેલું છે. વળી એક લાખથી વધારે જે દ્રવ્ય હું મેળવું છું. તે સર્વ ધર્મમાં વાપરું છું. પછી રસ બે બંધુ! અહીંયાં તું એક દષ્ટાંત સાંભળ. આ નગરની અંદર પહેલાં ધનશ્રેણી રહેતું હતું. તે બહુ
ધનવાન તેમજ મિથ્યાદષ્ટિ હતે. અનુક્રમે ધનશ્રેષ્ઠી. બહુ પુત્રાદિકના પરિવારથી તેનું કુટુંબ બહુ
વધી ગયું. એક દિવસ તે રાત્રીએ સુતે હતે. તેવામાં શરીરે વેત વસ્ત્ર પહેરેલાં હતાં, કંઠમાં મનેહર હાર ધારણ કર્યો હતે, અને મૃગ સમાન જેનાં નેત્ર વિશાળ દીપતાં હતાં એવી લક્ષ્મી સમાન ઉત્તમ સ્ત્રી તેના જેવામાં આવી. સ્ત્રી બેલી હે ધનશ્રેષ્ઠી ! તું મને ઓળખે છે કે નહીં? તે બેલ્યો હા! હું સામાન્ય રીતે જાણું છું કે તું સ્ત્રી છે. પછી તે સ્ત્રી બોલી હું લક્ષમીદેવી છું. હું હારા કુળમાં સાત પુરૂષથી આરંભી બહુ સમયથી રહું છું. હવે હું અન્ય સ્થાનમાં જઈશ. કારણકે ઘણે સમય એક સ્થાનમાં રહેવાથી હું ખિન્ન થાઉં છું. શ્રેણી બે, જલદી ચાલી જા, અહારે હને રેકવાનું કંઈ પ્રયોજન નથી, લક્ષમી બોલી –હે શ્રેષ્ઠી! તું બહુ નિષ્ફર છે. કારણકે એટલું પણ તું ન બે કે ત્યારે જવાનું શું કારણ છે? મહેં શું ત્યારે અપરાધ કર્યો છે? કે હું સાક્ષાત્ લક્ષમી દેવી છું. છતાં પણ હૈ અલક્ષમી ધારી મહારો અપરાધ કર્યો. પરંતુ હારી નિઃસ્પૃહપણથી હું પ્રસન્ન થઈ છું. માટે હવે