________________
(૨૨૪)
શ્રીસુપાર્શ્વનાથથરિત્ર, પણ જલદી બેલા, લોકે તે પ્રમાણે ઉપચાર કરવા લાગ્યા. વળી પાણી સાથે મણું ઘસીને તેના નેત્રે અને કાનમાં છટછડાટ છાંટયું. તેમજ મંત્રવાદીઓએ પણ પિતાના બનતા પ્રયાસે મંત્ર તથા તંત્રને ઉપચાર કર્યો. પરંતુ કેઈપણ પ્રકારને ગુણ થયે નહીં અને સર્વને જોતાં જ તે તત્કાલ મરણ પામે. સુલસને મિત્ર બહુ વિલાપ કરવા લાગ્યું. હા! હા! હા!
- મિત્ર? મહેં ના પાડી હતી તે પણ હું વસુમિત્રને રાત્રી ભેજનમાં આસકત થઈ નિયમને વિલાપ. ભંગ કર્યો. તેથી હારી આ દશા આવી.
વળી ઉત્તમ શ્રાવકનો પુત્ર થઈ હે સદગુરૂની આજ્ઞાને લેપ કર્યો, તેમજ નરભવમાં ઉત્પન્ન થઈ રસાસ્વાદને લીધે જન્મ ગુમાવી આ પ્રમાણે મરણ વશ થયો. એમ બહુ પ્રકારે વિલાપ કરી તેણે તેના દેહને અગ્નિ સંસ્કાર કર્યો. ત્યાર બાદ તે વસુમિત્ર વિવાહ ઉત્સવને ત્યાગ કરી પોતાને ઘેર આવ્યું. વળી હે રાજન્ ! તે હું વસુમિત્રને કુમિત્ર મરણ પામી રાક્ષસ થયો છું. તેમજ તહારે ભંડારી અને હારો ખાસ મિત્ર, એવા આ વસુમિત્રને જોઈ પૂર્વભવના સ્નેહથી વિસંગ જ્ઞાનવડે મોં મહારૂં પિતાનું ચરિત્ર જાણે આપને નિવેદન કર્યું હવે આ૫ આજ્ઞા ફરમાવી મહને કૃતાર્થ કરે. તે સાંભળી રાજાએ વસુમિત્રને પૂછયું કે, આ આનું બોલવું શું સત્ય છે ? વસુમિત્ર બે, સ્વામિન્ ! એનું વચન યથાર્થ છે. ત્યારબાદ ભયભીત થઈ રાજાએ યક્ષ, રાક્ષસ વિગેરેને વિદાય કર્યા અને પોતે પણ સુલસનું ચરિત્ર સાંભળી રાત્રી ભેજનને નિયમ લીધે. - હે દત્ત! આ ઉપરથી તું પણ રાત્રી ભોજનને ત્યાગ કર
કારણ કે રાત્રી ભેજનમાં અનેક દેષ રહ્યા દત્તને નિયમ છે. લૈકિક સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે,