________________
(૩૪૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. જીવતે હોય તે, દુર્જનોની આંગળીઓને પરાજ્ય નહીં સહન કરતાં ત્યારે વિદેશમાં ચાલ્યું જવું. એમ નિશ્ચય કરી પિતાની સ્ત્રીને તેણે કહ્યું કે, વેપાર માટે કેઈપણ દેશાંતરમાં હું જવાને છું માટે ભાતું તેયાર કર. સ્ત્રીએ પણ તે પ્રમાણે જલદી તૈયાર કર્યું. પછી ગૃહ સંબંધી કાર્ય સ્ત્રીને સોંપી સારા મુહર્ત ભાતું બાંધી જમીને સટ્ટ પોતાના ઘેરથી નીકળે. મધ્યાહુકાળ થયે એટલે નગરની પાસમાં આમલીનું એક
'વન આવ્યું. પરિશ્રમને લીધે થાકી જવાથી મુનિદર્શન. ભાતાનું પોટલું પિતાના માથા તળે મૂકી
આમલીની છાયામાં તે સુઈ ગયે. અને પોતે વિચાર કરવા લાગ્યો કે નિર્ભાગી એ હું, અહીં કયાં આવ્યું ? અત્યારે બંધુ, સ્વજન કે મિત્રવર્ગ પણ હારે કોઈ નથી. નિર્ધન પ્રાણીઓને સર્વ દિશાએ શૂન્ય ભાસે છે. વળી મિત્રથી ભરેલું આ ભૂમંડલ છે, છતાં પણ તું છાશ પી. એમ કેઈપણ અત્યારે મને કહેતું નથી. આ સર્વ લક્ષમીદેવીનેજ ચમત્કાર છે. એમ ચિંતવન કરતું હતું, તેવામાં હેને બગાસું આવ્યું. જેથી તત્કાળ તેના મુખમાં આમલીનું ફળ પડયું, તેથી તે બહુ ખુશી થયા અને સમજ્યો કે આ પણ એક શકુન છે. નહીં તે મુખની અંદર ફલ ક્યાંથી પડે? માટે જરૂર કોઈપણ અચિંત્ય લાભ મહને પ્રાપ્ત થશે. એ પ્રમાણે વિચાર કરતા હતા તેટલામાં, તેણે ઉત્તર દિશા તરફથી વેત વસ્ત્રધારી મુનીંદ્રને આવતા જોયા. જેમના હાથ ઢીંચણ સુધી લાંબા હતા, પગમાં સેનાની પાદુકાઓ પહેરેલી હતી. જેમના નેત્રની શોભા પ્રફુલ્લ કમલ પત્રને અનુસરતી હતી, અને નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ રાખી જેઓ ધ્યાન કરતા હતા એવા મુનિવરને જે તે વિચાર કરવા લાગ્યો કે, જરૂર આ મહાત્મા વિનય ગુણને લાયક છે “વિનય