________________
નંદવાણનીકથા. .
(૪ર૧). થયેલા આ લકે ગૃહવાસાદિક ઉદ્યોગને કેમ છોડતા નથી? એમ વૈરાગ્ય માર્ગે પ્રવૃત્ત થયેલા રત્નચડ રાજાને કર્મને ક્ષપશમ થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેને પૂર્વ ભવનું જ્ઞાન થયું અને જે પ્રથમ ભણ્યો હતે તેનું પણ સ્મરણ થયું ત્યારબાદ ચારિત્રનું આવરણ પણ દૂર થઈ ગયું, અને સાંસારિક
દુઃખથી વિમુક્ત થઈ તે રાજાએ પંચ મુષ્ટિ મુનિવેષધારણુ લેચ કર્યો. પછી પિતાની મેળેજ સર્વ
સાવદ્ય કાર્યોને સર્વથા ત્યાગ કર્યો. વેત વસ્ત્ર પહેરી શરફતના વાદળ સમાન તે મુનીંદ્ર શોભવા લાગ્યા. પછી સમીપમાં રહેલા દેવતાએ તે સમયે મુનિ માર્ગ બતાવવા માટે તે મુનિને ચારિત્રનાં ઉપકરણ આપ્યાં. જેમકે-વેત કાંતિમય, નિર્મલ, શાસ્ત્ર વિહિત પ્રમાણ યુક્ત, બહુ પાપરૂપી ધૂળને દૂર કરનાર અને ભવ્ય પ્રાણીઓના હૃદયને આકર્ષણ કરનાર, ભવ્ય રજોહરણ (એ) અને બીજી મુખવસ્ત્રિકા ( મહુપત્તી ) તેમજ પાત્રાદિક બીજા સાત ચિન્હ અર્પણ કર્યા. એમ એકંદર નવ પ્રકારની ઉપધિ સહિત રત્નચડ મુનિ પ્રત્યેક બુદ્ધ થયા. પછી પ્રભાતકાળને સમય થયે જાણું દ્વાર ઉઘાડીને ગુહામાંથી સિંહના બાળકની માફક તે ઘરમાંથી બહાર નીકળ્યા. ત્યારબાદ તેવા વેષધારી રાજાને જોઈ શયનપાલિકા એકદમ
બેલી, હે સ્વામિની ! દેડે, દેડ! આ રાણુઓની તસ્વારા સ્વામી શ્વેત વસ્ત્ર ધારણ કરી પ્રાર્થના, એકાકી ઘરમાંથી બહાર જાય છે. તે સાંભળી
- ' સંભ્રમ સહિત અંતઃપુરની સમગ્ર સ્ત્રીઓ મુનિની પાછળ દોડવા લાગી અને મુખેથી કરૂણ સ્વરે પોકાર કરવા લાગી. ચરણની ગતિ પ્રાયે મંદ પડી ગઈ. વળી ચરણેના.