________________
(૪૩૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. વિષ નાખવાથી શો લાભ થયે ! એ પ્રમાણે પ્રચંડ દુઃખમય વચનેને વારંવાર ઉચ્ચારતી બંધુમતી છાતી કૂટીને ઈર્ષ્યાથી મરણ પામી. જેથી આ સ્થાનને લીધે આ બિચારી અહીં મૃગલી થઈ છે. માટે હારૂં નામ સાંભળવાથી એને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. - એ પ્રમાણે મૃગલીને પૂર્વભવ સાંભળી રાજા છે,
_મુનીંદ્ર ! આપનું વચન સત્ય છે, પરંતુ સમ્યકત્વસ્વરૂ૫. આ બાબતમાં મહને જે પાપ લાગ્યું તેની
શુદ્ધિને માટે ઉપાય બતાવે. મુનીં બોલ્યા, જૈનધર્મ સિવાય બીજે કઈ ઉપાય નથી. મહાસેના રાજા બેલ્યો, . ભગવાન ! જૈનધર્મને મહને ઉપદેશ આપે. મુનિ બેલ્યા, યતિ
અને શ્રાવકના ભેદથી જેનધર્મ બે પ્રકાર છે. તેમાં ક્ષમાદિ ગુણેએ કરી યતિધર્મ દશ પ્રકાર છે અને ગૃહસ્થધર્મ સમ્યકવાદિ બાર પ્રકારનો જીનેંદ્ર ભગવાને કહ્યા છે. વળી જીવાદિ પદાર્થોની શ્રદ્ધારૂપ એક પ્રકારનું સમ્યકત્વ કહ્યું છે. તેમજ દ્રવ્ય અને ભાવ તથા નિશ્ચય અને વ્યવહારથી તે સમ્યકત્વબે ભેદે જાણવું. વળી અધિગમ, નિસર્ગરૂપ તે પુદ્ગલ પરિણામથી ત્રણ પ્રકારનું કહ્યું છે અથવા ક્ષાયિક, ક્ષાપશમિક અને એ પથમિક તેમજ કારક, રેચક અને દીપક એમ ત્રણ પ્રકારે પણ કહ્યું છે. તેમાં સાસ્વાદન ઉમેરવાથી ચાર ભેદ અને વેદક ઉમેરવાથી પાંચ પ્રકારનું જાણવું. કારણકે પ્રજ્ઞાપના સૂત્રમાં નૈસર્ગાદિ તેના દશ ભેદ કહ્યા છે. જેમકેનિસર્ગ, ઉપદેશ, આજ્ઞા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મરૂચિ. એ પ્રમાણે વિસ્તારથી સમ્યકત્વના ભેદ કહ્યા બાદ સંલેખના પર્યત ગૃહિધર્મ કહ્યો.
ત્યારબાદ રાજાએ પ્રશ્ન કર્યો કે, મુનીં! સંખનાનું સ્વરૂપ