________________
(૪૮)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
મા ચાલી નીકળ્યે. તેવામાં ત્યાં વર્ષારૂતુના મેઘના ગા રવને અનુસરતી મનુષ્યની વાણી તેના સાંભળવામાં આવી. પછી તેના અનુસાર તપાસ કરતા તે આગળ ચાલ્યા એટલે શુદ્ધ ભૂમિ ઉપર બેઠેલા અને સિંહુ, નકુલાર્દિકથી વીંટાયેલા તેમજ મધુર વનિવડે સ્વાધ્યાય કરતા. એક મુનિવર તેની દ્રષ્ટિગાચર થયા. તેમને નમસ્કાર કરી મલયચંદ્ર ખેલ્યા, દયાલુ એવા હે ભગવન્ ! અહીં કાઇપણ જગ્યાએ જલાશય હોય તે મ્હને બતાવે. કારણુ કે, અશ્વથી હરણુ કરાયેલા મહાસેન રાજા વનની કુંજમાં બહુ તૃષાતુર થઈ પીડા પામે છે. મુનિએ કઇ પણ ઉત્તર આપ્ય નહીં. તેટલામાં રાજાનુ નામ સાંભળવાથી એક મૃગલીને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે મૃગલી સ ંકેત કરીને મલયચંદ્રને પેાતાની સાથે લઇ ચાલી. અને જ્યાં સરાવર હતું ત્યાં ગઈ. પછી કમલપત્રાના પડીએ કરી તેમાં પાણી ભરીને મૃગલી સહિત મલયચંદ્ર રાજા પાસે ગયા. પછી જળપાન કરી મહાસેન રાજા સ્વસ્થ થઇ મેલ્યા, હું મિત્ર ! આ મૃગલી અહીં કયાંથી માવી ? મલયચંદ્ર મેલ્યા, એક મુનીંદ્ર પાસે આ બેઠી હતી. વળી દયાલુ એવી આ મૃગલીએ . હૅને પાણી ખતાવ્યું. તે સાં લળી રાજાએ પૂછ્યું કે, તે મુનીંદ્ર ક્યાં છે ? ચાલેા, તેમનાં દર્શન કરીએ, એમ કહી મિત્ર સહિત રાજા મૃગલીને સાથે લઇ મુનિ પાસે ગયા. અતિશય ભક્તિરસમાં નિમગ્ન થઇ રાજાએ મુનિને નમસ્કાર કર્યો. મુનિએ ધ લાભ આપી રાજાને ઉદ્દેશી બન્ને પ્રકારની જૈન ધર્મની દેશનાના પ્રારભ કર્યા. મૃગલી અને મિત્ર સહિત મહાસેન રાજા સાવધાન થઈ સાંભળવા લાગ્યાં.
ચેાગ્ય સમયે રાજાએ પ્રશ્ન કર્યાં, હું સુનીંદ્ર ! આ મૃગલી પશુ હુને સ્નેહભાવ કેમ બતાવે છે ? અધિજ્ઞાનવડે મૃગલીના પૂર્વ ભવતુ અને રાજાના વમાન ભવનું સ્વરૂપ જાણી મુનિએ ખ
મૃગલી અને રાજા
ના સબય.