________________
ગ્રંથકારની પ્રશસ્તિ.
(૪૩)
ग्रंथकारनी प्रशस्ति.
આ લેકમાં સમસ્ત ભૂમંડલરૂપી ભવનના આભૂષણ માટે. સરળ ધ્વજદંડ સમાન અને કીર્તિરૂપ પતાકાવડે યુકત શ્રી હર્ષ પુર (હર્ષપુરીય) નામે ઉત્તમ ગચ્છે છે. તેની અન્દર સમગ્ર શિવ સુખના મંદિર સમાન હિમાલયની માફક જયસિંહ નામે સૂરિ હતા. જેનાથી નીકળેલી સુરસરિત–ગંગાની માફક મુનિની પરંપરા આ જગમાં વિદ્યમાન છે. તે જયસિંહ સૂરિના પછી દયા રૂપી કમલિનીને પ્રફુલ્લ કરવામાં સૂર્ય સમાન, મિથ્યાત્વરૂપી અંધકારના સમૂહને હરણ કરનાર અને સમગ્ર જૈનવેતાંબર સંઘના તિલક સમાન શ્રીમાન અભયસૂરિ નામે સૂરીન્દ્ર થયા. તેમના સુશિષ્ય ઉજ્વલ યશરૂપી સ્ના વડે ઉજવલ કર્યો છે જેન વેતાંબર સંઘના વિસ્તાર જેમણે અને પરવાદીના સમૂહને પરાજય કરવામાં પ્રગટ છે મહાસ્ય જેમનું એવા ચન્દ્ર સમાન શ્રીમાન હેમચન્દ્ર સૂરિ થયા. જેમણે રા. રા. શ્રીયુત્ જયસિંહ રાજાને પ્રબોધીને રથયાત્રાદિક કાર્યોમાં બહુ ઉદ્યોત કર્યો. વળી જેમના મુખરૂપ ક્ષીરસાગરમાંથી નીકળેલા અદ્દભુત શાસ્ત્રામૃતને સ્વાદ લઈ મહેતા મુનિયે હાલમાં પણ અજરામર સ્થાનને પામે છે. વળી તે હેમચન્દ્ર સૂરિના ત્રણ શિષ્યો થયા. તેમાં પ્રથમ એકાન્તવાદિયેના સંસર્ગરૂપી રંગને ભંગ કરવામાં સિંહ સમાન. શ્રી વિજયસિંહ સૂરિ. બીજા પારાવાર વિદ્યારૂપ સમુદ્રને વિષે સંપૂર્ણ પૂર્ણિમાના ચન્દ્ર સમાન અને જૈન સિદ્ધાંતરૂપી કુમુદેના વિકાસ કરનારા શ્રી ચન્દ્રસૂરિ થયા. શ્રી લાટદેશની મુદ્રાને પાલન કરતા એવા જે સૂરિએ માત્ર જૈન શાસનની પ્રભાવના કરી એટલુંજ નહિ પરંતુ શ્રમણ મુદ્રાનું પણ પાલન કર્યું છે. વળી શ્રીમાન મુનિસુવ્રત સ્વામીના ચરિત્રરૂપી રંગશાળામાં ઈદ સહિત