________________
મલયચંદનીકથા. '
(૩૩) પણ ત્યાં આવ્યો અને તેણે પણ પ્રતિજાગરણ (સાવધાન રહેવા) માટે સારી રીતે બોધ આપે. પછી તેણે રાજાને કહ્યું કે, હાલમાં હારૂં શરીર રેગથી બહુ જીર્ણ થઈ ગયું છે, માટે જે આપની આજ્ઞા હેય તે હું અનશન વ્રત ગ્રહણ કરૂં. રાજા છે. હાલમાં અનશન કરવાની જરૂર નથી. કારણકે સારા વૈલોને બોલાવીને હું ત્યારે દેહ સાધ્ય (સાજે) કરાવીશ, તેમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. મલયચંદ્ર બે, હે રાજન ! મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, તેથી જીન વચનાદિક સામગ્રી મેળવીને મનુષ્યએ મોક્ષસુખ માટે ઉપશમ કરવો જોઈએ. આજે જે સુખ દેખાય છે તે કાલે સ્મરણ માત્ર રહે છે. એમ જાણું સુજ્ઞ પુરૂષે ઉપદ્રવરહિત એવું મક્ષ સુખ ઈચ્છે છે, હે સામાન્ય રીતે સમ્યકત્વાદિ શ્રાદ્ધધર્મ આરાધ્યે છે અને હાલમાં અનશન વિધિથી મરણની ઈચ્છા રાખું છું. કારણકે, પ્રતિક્ષણે અંજલિમાં રહેલા જળની માફક બલ, વીયે, બુદ્ધિ, શ્રુતિ અને આયુષ્ય વ્યાધિવડે ક્ષીણ થાય છે. વળી હે સ્વામિન ! આપના પ્રસાદથી બહુ વખત સુધી હે ભેગ સંપદાએ ભેગવી છે. લક્ષ્મી પણ સારી રીતે મેળવી છે. વળી બહુ લાલનપાલન કરેલ આ દેહ કેઈ સમયે પણ એમને એમજ છેડવો પડશે. એમ તેઓ પરસ્પર બોલતા હતા તેવામાં જેમની પાસેથી પ્રથમ ગૃહિધર્મ સ્વીકાર્યો હતો તેજ મુનિચંદ્ર ચારણ મુનિ આકાશ માગે ત્યાં આવતા દેખાયા. મુનિને જોઈ રાજા બેટ્યો, અહો ! આજે પુણ્યને લીધે
અકસ્માત્ વાદળ વિનાની વૃષ્ટિ થઈ. એમ અનશનવત. પ્રશંસા કરીને ભક્તિપૂર્વક વંદન કર્યા બાદ
. મુનીંદ્રને મલયચંદ્ર પાસે તે લઈ ગયે. મલયચંદ્ર પણ વિનયપૂર્વક વંદન કરી સ્તુતિ કરવા લાગ્યા.