________________
(૩૪)
શ્રી પાર્શ્વનાથચસ્ત્રિ નિષ્કારણ દયાના રસરૂપ નદીના ઉન્નત પર્વત સમાન એવા છે મુનીંદ્ર ! અંગીકાર કરેલા મહાવ્રતરૂપી ભારને વહન કરવામાં ધુરંધર એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. હાશ પૂર્વ પુણ્યની પ્રેરણાથી આપ અહીં પધાર્યા છે. માટે હવે અનશનદાન આપી મહને કૃતાર્થ કરો. મુનીંદ્ર બેલ્યા, હું પણ ત્યારે અવસાન સમય જાણી અહીં આવ્યો છું. માટે સુખેથી તું અનશનવ્રત ગ્રહણ કર પછી મલયચંદ્ર વિધિપૂર્વક અનશનવ્રત લીધું. ત્યારબાદ નિરતિચાર વિશુદ્ધપણે અનશનવ્રત પાળીને સમાધિપૂર્વક કાળ કરી તે બ્રાલેકમાં ઉત્પન્ન થયે. બાદ મહાસેન રાજા ધર્મબંધુ એવા મલયચંદ્ર મિત્રના
, શેકમાં ગરક થઈ વિલાપ કરવા લાગે.
* પછી મુનિ બોલ્યા, નરેંદ્ર? હવે એમાં ખેદ કરવાનું કંઈ પણ કારણ નથી. કારણ કે જેના હાથમાં જશરૂપી ધનુષ્ય રહેલું છે, અને વ્યાધિરૂપી સેંકડે બાણે પણ રહેલાં છે, તેમજ મનુષ્યરૂપી મૃગલાઓનો સંહાર કરવામાં ઉઘુક્ત થયેલા દેવરૂપી પારધિથી બચવાને કણ સમર્થ છે? ગોદિક દુઃખરૂપી તરંગિત જળને વિનાશ થવાથી સુકાતા સરોવરની માફક દરેક સમયે મૃત્યુ વિદ્યમાન છતાં પણ મનુષ્ય જીવિતની આશા કેમ છોડતા નથી? વળી અન્ય લોકમાં એક સાથે ચાલેલા સાથીઓની માફક જે કઈ આગળ જાય તે તેમાં શેક કરવાનું શું કારણ? અથવા જેમ ખેતીદાર કે ક્ષેત્રમાં પાકેલું ધાન્ય લણી લે છે, તેમ મૃત્યુ સુભટ પ્રાણીમાત્રને સંહાર કરે છે. માટે વસ્તુ સ્વભાવ આ પ્રમાણે વિચિત્ર છે. વળી
જ્યાં જરા, રોગ અને વ્યાધિ વિગેરેનો સર્વથા અભાવ છે એવા સુરેદોમાં પણ મૃત્યુરૂપ સુભટ સ્વચ્છેદપણે વિચરે છે, તે વ્યાધિ, જશ, રંગ અને શોકથી ઘેરાયેલા મનુષ્યલોકમાં પ્રાણીઓ