Book Title: Suparshvanath Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 478
________________ નિર્વાણુવર્ણન. (૪૩૯) મક્ષ સમય નજીક જાણ શ્રી સુપાર્શ્વનાથ ભગવાને એક માસનું અનશનવ્રત ગ્રહણ કર્યું. ત્યારબાદ ભવ્ય પ્રાણીઓના હિતમાં ઉઘુક્ત, સંસાર અને મોક્ષમાં ચિત્તની સમાનતાને ધારણ કરતા, જીવિત અને મરણમાં વાંછા રહિત, અને નિષ્કય ધ્યાનમાં લીન થયેલા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ચતુરંગ–ચોરાશી લાખ વર્ષનું એક અંગ થાય એવાં ચાર અંગ ન્યૂન એવું એક પૂર્વલક્ષ ચારિત્ર પર્યાય પાળીને પયંક આસને બેઠા. હવે મોક્ષાભિમુખ થયેલા ભગવાનને જાણે સર્વે સુરાસુરેંદ્ર ભગવાનની પાસે આવ્યા. અને ગધદકની સુરતથા સુરેદ્રોનું વૃષ્ટિ સહિત પુષોના ઢગલા કરી મસ્તકે આગમન અંજલિ રચી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે સપ્તમ અનવર ! આપ વિજય પ્રવર્તાવે. આપ અખિલ કર્મરૂપી કંચુકથી મુક્ત થયા છે, વળી ભવરૂપી રાક્ષસથી પીડાતા પ્રાણુઓના રક્ષક અને મુક્તિરૂપી સ્ત્રીના સમાગમમાં ઉસુક એવા હે જીનેંદ્ર! આપના ચરણ કમલમાં નમવાવડે મદોન્મત્ત હસ્તી પણ તત્કાલ શાંત થાય છે. વળી હે છદ્ર! આપના સ્મરણમાત્રથી અતિ તીક્ષણ દૃષ્ટાઓવડે વિકરાળ છે મુખકંદરા જેની અને સન્મુખ આવતે એ સિંહ પણ નિવૃત્ત થાય છે. જેમાં અનેક સુભટેનાં ધડ નૃત્ય કરી રહ્યાં છે અને નિરંકુશ હસ્તીઓ જેમાં પ્રસરી રહ્યા છે એવા હેટા સમરાંગણમાં જે આપનું સ્મરણ કરે છે તે પ્રાણીને જયલક્ષમી પોતેજ વરે છે. તેમજ લાંબી જીલ્લાઓને નચાવતે, અરૂણ એવા નેત્રોની કાંતિવડે ગગનમંડલને લાલ કરતા અને પ્રચંડ ફણાઓને વિસ્તારતે એ નાગ પણ આપના ધ્યાનથી પરાજય પામે છે. વળી અત્યંત ઉર્દિન સમયમાં વિજળીરૂપી દડાવડે જેમને નાવિક ભયભીત થઈ ગયે છે એવા આ યાત્રિક લેકે મધ્યદરિયામાં ડૂબતા

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496