________________
મલયચંદ્રની કથા.
(૪૯) નેને સંબંધ બતાવ્યું કે રાજન ! હારા મનરૂપી સુંદર ઉધાનમાં કામરૂપી અશોકવૃક્ષને સિંચન કરવામાં ગાઢ સ્નેહ જળથી પૂર્ણ ભરેલી નીક સમાન આ મૃગલી બંધુમતી નામે હારી સ્ત્રી હતી. એક દિવસ તેની પરીક્ષા કરવા
પિતાના વાસભવનમાં તેણુને બોલાવી. પછી તેની સાથે ક્ષણમાત્ર વાતચિત કરીને તેને વિદાય કરી. ત્યાંથી તે નીકળી આ ઉપવનમાં આવી, અને વિચાર કરવા લાગી કે, આ દુનીયામાં પ્રિય સમાગમનાં સર્વ સાધનો દુ:ખદાયકજ છે. વળી જે સ્ત્રીને પતિને સંગ ન થયે હોય તે સ્ત્રી નિરંતર સ્વસ્થ દશામાં રહે છે. તેમજ જેઓની બુદ્ધિ અપમાનદાયક એવા વિષય સુખથી વિમુખ થયેલી છે અને જેમનું પાપ શાંત થયું છે એવી બાલ સાધ્વીઓને ધન્યવાદ ઘટે છે. તેમજ જેઓ પ્રેમ, પ્રિયવિરહ અને વિષય તૃષ્ણાને બીલકુલ ગણતી નથી તેવી બ્રહ્મચર્ય ધારક સાધવી. એને વારંવાર નમસ્કાર ! વળી તીવ્ર તપશ્ચર્યા રૂપી તાપથી તપી ગયેલા જેમના શરીર રૂપી ઘરમાં બળવાના ભયથી કામદેવે સર્વથા પ્રવેશ કર્યો નથી તેવી સાવીઓને જન્મ સફલ છે. જેણીએ પ્રિય પતિને સમાગમ સર્વથા ત્ય છે તેજ આ જગતમાં પુણ્યશાળી ગણાય છે. પૃથ્વી પર ભ્રમણ કરતી જે સાધ્વીઓના હદયભવનમાં કઈ વલ્લભે વાસ કર્યો નથી તેઓ વનવાસમાં પણું. નિરંતર સુખેથી સુઈ રહે છે. વળી જેઓ સર્વદા સર્વ અવસ્થામાં આનંદથી કાલ નિર્ગમન કરે છે તેમને સવિનય નમસ્કાર છે. આ દુનીયાને પ્રેમ ચંચલતાને લીધે પવનથી ઉછળતા સમુદ્રના તરંગોમાં પ્રતિબિંબિત થયેલા ચંદ્રમંડલને અનુસરે છે. જે ડાહા. પુરૂષ દૂર અને પરોક્ષ શુભ અને અશુભ એવી ગ્રહોની ગતિને જાણે છે, તે પણ પ્રેમ ગતિમાં વિમૂઢ થઈ જાય છે. રે પાપિષ્ટ દેવ! અહારા ગાઢ સ્નેહને તેડાવનાર એવા હેને અમૃતરસમાં
સતિ સમાગ
પર એસઆ વનવાસ