________________
(૪૨૦),
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ગને બચાવ હું કરી શકીશ તે વૈદ્ય લેકે મંત્ર, તંત્ર અને એષવડે પ્રાણીઓને મૃત્યુના મુખમાંથી છવાડે છે એ વાત નક્કી જાણવી, અને કદાચિત આ નહીં આવે તે જગતમાં કેઈનું પણ મરણ નિવૃત્ત થતું નથી, એ વાત નિર્વિવાદ થશે. એમ વિચાર કરી રાજાએ ચારે તરફ દ્રષ્ટિ ફેરવી તે ત્યાં ખુલે પડેલો એક ડાબડે તેના જેવામાં આવ્યું. પછી તે પતંગને લઈ ડાબડાની અંદર મૂકી ઢાંકણું બંધ કરી પોતાની પાસે મૂકી નિશ્ચિત પણે રાજા સુઈ ગયો. રાજા નિદ્રામાંથી જાગી ઉઠ્યો અને તરત જ તેને સમરણ થયું
કે, ડાબડામાં તે પતંગીયાનું શું થયું હશે? પતંગનું મરણ, એમ જાણે ડાબડે ઉઘાડીને જુએ છે તે
પતંગીયું દીઠું નહીં અને રત્નના પ્રકાશથી . બહુ શોધ કરતાં તેની અંદર એક ઘરેણી છુપાઈ ગયેલી તેના
જેવામાં આવી ! તે ઉપરથી રાજાને નિશ્ચય થયું કે, જરૂર આ ઘળી તેને ગળી ગઈ. અહો ! સ્વભાવથી જ આ સંસાર ક્ષણમાં દષ્ટ અને નષ્ટપ્રાય છે. કારણ કે, રક્ષણ માટે એને ડાબડામાં નાખ્યું. પરંતુ ઘરેળીનું ભય નીવડયું. વળી ભગવ્યા શિવાય કરેલા કર્મને ક્ષય થતો નથી. તેમજ સંસારી પ્રાણીઓ પૂર્વ જન્મમાં જે કમ ઉપાર્જીત કર્યું હોય તેનું ફલ તેને મળ્યા વિના રહેતુંજ નથી. વૈદ્ય લેક મંત્રાદિકની શક્તિથી ઔષધવડે ઉપચાર કરે છે, પરંતુ પ્રાચીન કર્મને હઠાવવા માટે તેઓ અશક્ત હોય છે. કારણકે, આ પતંગીયું મહેં ડાબડામાં પ્રત્યક્ષ નાખ્યું હતું. છતાં ઘરોળી ગળી ગઈ. મૃત્યુથી કોણ બચાવે ? માટે આ ચરાચર જગમાં અને ધર્મ શિવાય બીજું કઈ શરણુ નથી. પૂર્વે પાજીત પોતાના કર્મથી જ સુખ દુખ આવી મળે છે. છતાં પણ અત્યંત રાગ અને દ્વેષથી વિમૂઢ બની ધર્મક્રિયામાં શિથિલ