________________
(૪૨૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. સૂરિ બલ્યા, જે દોષ રહિત હોય તેજ વસ્ત્ર શુદ્ધ ગણાય છે. વળી તે દેશ એવા છે કે, જે મુનિ માટે વણાવેલું નહોય, ખરીદેલું પણ ન હોવું જોઈએ, અન્ય લોકોએ લીધેલું ન હોવું જોઈએ, તેમજ હરણ કરેલું અને ઉછેદ (બલાત્કાર) વિનાનું જે હોય તે વસ મુનિઓને કપે છે. તે પ્રમાણે પાત્રાદિકની શુદ્ધિ બતાવીને પોતાને જે ઉપયોગી હતું તે લીધું. પછી સૂરિમહારાજ ત્યાંથી ચાલ્યા, સુંદર વણિક પણ ગુરૂની પાછળ ચાલ્યો. સૂરિમહારાજ ઉદ્યાનમાં ગયા. બાદ સાધુઓને વિભાગ કરી સર્વ વસ્તુઓ વહેંચી આપી. હવે સુંદર વણિકની વાત નંદના સાંભળવામાં આવી. એટલે
તે પણ બીજે દિવસે ગુરૂ પાસે ઉદ્યાનમાં નંદવણિક ગયે. અને મત્સર ભાવથી વિનતિ કરીને
ગુરૂમહારાજને ત્યાં બોલાવી લાવ્યો. વળી પિતાના મનમાં ભાવના ભાવવા લાગ્યું કે, પ્રથમ મહે સુંદર શ્રેષ્ઠીને સર્વ પ્રકારે જીત્યા છે. છતાં તે અધમ. વસ્ત્ર, પાત્ર અને ભેજનાદિકથી ગુરૂની ભક્તિ કરે છે, તે શું એનાથી હું અશક્ત છું ? એમ જાણું ગુરૂના ચરણમાં પડી બહુ વસ્ત્ર, પાત્ર વિગેરે શુદ્ધ વસ્તુઓ અર્પણ કરી છે , પ્રભુ! હારી ઉપર કૃપા કરે. આ વસ્ત્રાદિક સર્વ નિર્દોષ છે. માટે આપને જોઈએ તે પ્રમાણે - હણ કરી મહને કૃતાર્થ કરે. સૂરિએ પણ હેને અભિપ્રાય નહીં જાણતાં તેના આગ્રહથી વસ્ત્રાદિક ગ્રહણ કર્યા. પછી સૂરિએ ધર્મદેશના આપી. જે ગૃહસ્થ શાસ્ત્ર વિધિ પ્રમાણે મુનિઓને ભક્તિપૂર્વક વસ્ત્ર ઔષધાદિક દાન આપે છે, તેઓ સર્વત્ર સુખી થાય છે. વળી ભાગ્યશાળી એવા ધનાઢ્ય પુરૂષે અનિત્ય અને અસ્થિર એવું પિતાનું ધન જેનધર્મ અને ધાર્મિક જમાં હમેશાં ખરચે છે. અને તેથી તેઓ જન્માંતરમાં સુખી થાય છે. તેમજ જે પુરૂષ પતે ઉપાર્જન કરેલા ધનવડે ઉદાર ભાવથી ઉ