________________
સ્પવિરાનીકળ્યા.
(૪૫) અન્યદા મહાજ્ઞાની મલયચંદ્ર સૂરિ ત્યાં પધાર્યા. લેકે
બહુ ઉત્સાહ પૂર્વક તેમને વંદન કરવા ગયા. મલયચંદ્ર- વૃદ્ધા પણ ભક્તિ ભાવથી આકર્ષાઈને ત્યાં સરિ- જઈ વંદન કરી મુનીંદ્રની આગળ લેક
સાથે ધર્મ દેશના સાંભળવા બેઠી. સૂરિએ પ્રથમજ સમ્યકત્વની વ્યાખ્યા કરીને કહ્યું કે, દુસ્તર અને દુરંત એવા સમુદ્રની મધ્યમાં ડુબતા પ્રાણીને જેમ નાવ શરણ થાય છે. તેવી રીતે દુ:ખ વડે તરવા લાયક અને સહ એવા દુબરી જલથી ગંભીર ભરેલા સંસાર સાગરમાં જીવાત્માને સમ્યકત્વ પ્રાણિજ શરણ થાય છે. વળી જેમ દુકાળમાં ક્ષુધાતુર કઈ પણ પ્રાણીને અકસ્માત પુય બલથી પરમાત્ત પ્રાપ્ત થાય તેવી રીતે દુખમ કાલમાં બહુ પ્રમાદી અને દુ:ખી એવા જીને સમ્યકત્વ અમૃત સમાન થાય છે. જેમ ચંચળ તરંગોથી ઉછળતી, પર્વતમાંથી નીચે ઉતરતી અને મહા વેગને ધારણ કરતી નદીના પ્રવાહમાં તણાતે મડદાલ પ્રાણી તટ ઉપર રહેલા વૃક્ષનું અવલંબન પામે છે, તેમ રાગરૂપી મહાગિરિમાંથી નીકળતી નદીના પ્રવાહમાં પીડાતા કોઈ પણ પુણ્યશાળી જીવ સમ્યકત્વરૂપી તરૂવરનું આલંબન મેળવે છે. વળી જેમ હાદિક ધાતુએમાં સુવર્ણ, તૃણ જાતિમાં ધાન્ય, સમૃદ્ધિમાં રત્ન અને રત્નમાં ચિંતામણિ રત્ન શ્રેષ્ઠ ગણાય છે, તેમ ધર્મોની અંદર જૈન ધર્મ ઉત્તમ છે. જેમ વનમાં નંદનવન, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, પુરૂ
મા ચક્રવતી અને મુનીઓમાં જીને ભગવાન શ્રેષ્ઠ છે, તેમ સર્વ ધર્મોમાં વીતરાગ પ્રણીત ધર્મ પ્રશંસનીય છે. વળી જેમ નાગોમાં નાજ, નક્ષત્ર અને તારાઓમાં ચંદ્ર, અસુરમાં અસુરંદ, દેવામાં દેવેંદ્ર, નરેમાં નરેંદ્ર અને મૃગ જાતિમાં મૃગેંદ્ર શ્રેષ્ઠ છે. તેમજ સર્વ ધર્મમાં જૈન ધર્મ શ્રેષ્ઠ છે. વળી તે ધર્મ