________________
નંદવણિકનીકથા.
(૪૧૭) અને મધ્યમ ગુણયુક્ત મરીને મનુષ્ય જાતિમાં ઉતપન્ન થઈ. પશ્ચાત્ અનુક્રમે કર્મ વરીને નિમૂલ કરી સિદ્ધિ સુખ પામશે.
इत्यतिथिव्रते चतुर्थातिचारदृष्टान्तः समाप्तः ॥
नंदवणिक्नी कथा.
પંચમમાત્સર્યાતિચાર. દાનવીર્ય રાજા બે, હે કૃપાસાગર! હવે અતિથિ સંવિભાગ વ્રતમાં પાંચમા અતિચારનું સ્વરૂપ દષ્ટાંત સહિત અમને સાંભળવાની ઈચ્છા છે, માટે કૃપા કરી આપ તે કહો. શ્રી સુપાશ્વપ્રભુ બોલ્યા, હે રાજન્ ! “ આ પણ દાન આપે છે તે શું એનાથી પણ હું અશક્ત છું? ” એવા માત્સર્ય ભાવની બુદ્ધિથી જે દાન આપે છે તે નંદની માફક અ૫ ફળ મેળવે છે. મેરૂ પર્વતરૂપી છે દીવેટ જેની, પૃથ્વીરૂપી જેનું પાત્ર છે,
સમગ્ર સરવરરૂપી.જેમાં તેલ રહેલું છે, નંદવણિકની કથા અને પ્રજવલિત સૂર્યરૂપી જેની શિખા છે
એવા દીપ સમાન, જંબુદ્વીપ નામને દ્વીપ છે. તેની અંદર ઉત્તમ રૂદ્ધિશાલી ભરતક્ષેત્ર છે. તેના મધ્યખંડમાં દક્ષિણ દિશારૂપ સ્ત્રીના તિલક સમાન અને લક્ષમીનું નિવાસસ્થાન શ્રીપુર નામે નગર છે. જેની અંદર જીનમંદિરોના શિખર ઉપર સ્થાપન કરેલા સુવર્ણ કળશની કાંતિવડે દિવસે પણ ગગનાંગણુ સંધ્યા કાલના વાદળ સમાન શેભે છે. તેમજ સરળ સ્વભાવવાળા, સદલા (યા) પત્રના ગુચ્છ સહિત (દયા સહિત) સફલ
૨૭