________________
કૃષ્ણની કથા.
(૩૫૯) જઈને જરૂર આપજે અને આ સર્વ વૃત્તાંત તહારા જાણવામાં છે તે પ્રમાણે કહેજે. કૃપા કરી આટલું હારું કામ અવશ્ય કરવું. ભૂલશો નહીં. હવે હું આ સ્ત્રીનાં અંગો સાથેજ બળતી ચિતામાં પ્રવેશ કરી હારી સ્ત્રીના માર્ગને અનુસરીશ. હારાથી કઈ પણ થયેલે અપરાધ આપે ક્ષમા કરે. અને મહારા વજન વર્ગને હારી ક્ષમાપના સાથે આ સર્વ વૃત્તાંત નિવેદન કરશે. સાર્થપતિ બે, રે પાંથ! તું સ્ત્રી સાથે જે અગ્નિમાં
પ્રવેશ કરે છે તે લેક વ્યવહાર તથા ધર્મથી સાર્થવાહને પણ વિરૂદ્ધ છે. કારણકે કેટલીક સ્ત્રીઓ ઉપદેશ. પોતાના પતિ સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે
એ વાત તે લેકમાં પ્રસિદ્ધ છે. ત્યારબાદ મહું પણ કહ્યું કે, પ્રાયે પુરૂષને સનેહ તેવો હોતા નથી. કારણકે, ભૂખ્યા માણસને ભેજનની માફક પુરૂષને સ્ત્રીઓ ઉપર રાગ હોય છે. વળી જે સ્નેહ મરણતે પણ નાશ પામતો નથી તેવા પુરૂષે તે વિરલા જ હોય છે. તૃષાતુર ચાષ પક્ષિઓ પણ વાર વાર પ્રિય વચન બોલે છે. એમ પ્રલાપ કરી તૈયાર રચેલી ચિતામાં સ્ત્રીના અવય સાથે મહેં પ્રવેશ કર્યો. અને કર્મવેગને લીધે મરીને હું વ્યંતર થયે છું. પછી અનુક્રમે કીડા કરતે સ્ત્રી સહિત તે સાર્થવાહ પણ અહીં આવ્યું. અને તે સ્ત્રીના વક્ષસ્થલમાં મહારો રત્નાવલી હાર મહેં જોયે. જેથી જ્ઞાનના ઉપયોગ વડે પુર્વોક્ત સર્વ વૃત્તાંત મહેં જાણ્યું, તેથી મોરનું સ્વરૂપ ધારણ કરી હું મહારે રત્નાવળી હાર લઈ બહુ ખુશી થયે. હે કુમાર! તમને જે આ વાતની પ્રતીતિ ન થતી હોય તે આ ઉદ્યાનની અંદર આમ્રવૃક્ષની નીચે કેવલી ભગવાન બેઠા છે તેમને હારૂં ચરિત્ર પુછી જુએ.