________________
સેમીનીકથા.
(૩૬) સુપા પ્રભુ બેલ્યા, હે રાજન ! જે પુરૂષ દેશાવકાશિક વ્રત, ગ્રહણ કરીને કાંકરા વિગેરે વસ્તુઓના પ્રક્ષેપવડે પિતાને જાહેર કરે છે તે સોમશ્રેણીની માફક બહુ દુઃખ પામે છે.
બહુ વિ(9)ષ (ઝેર=ધર્મ) નું સ્થાન, તેમજ નિર્મલ મણિઓની કાંતિથી વિભૂષિત શેષનાગના શરીર સમાન ભેગપુર નામે નગર છે. તે બન્નેમાં ભેદ માત્ર એટલેજ છે કે, નાગને બે જીલ્લાઓ રહેલી છે અને આ નગરની અંદર કેઈપણ બેજહાવાળ (ચાડીઓ) રહેતું નથી. એવા તે નગરની અંદર સ્વજનરૂપી કુમદ વનને પ્રફુલ્લ કરવામાં ચંદ્ર સમાન સેમ નામે શ્રેણી છે. કામદેવની સ્ત્રી સમાન બહુ સુંદર આકૃતિવાળી અનંગસેના નામે તેની ભાય છે. પરસ્પર ગાઢ પ્રીતિને લીધે વિષય સુખમાં આસક્ત અને હમેશાં આનંદમય દેગુંદક દેવની માફક તેઓને કેટલોક સમય વ્યતીત થયે. એમ કરતાં કંઈક સમયે અનંગસેનાને એક પુત્રી જન્મી. એગ્ય સમયે અનંગસુંદરી એવું તેનું નામ પાડયું. વળી તે અનંગસુંદરી રૂપ વૈભવમાં અદ્વિતીય હતી. પોતાની અતિ સંદર્યતાને લીધે રતિના ગર્વને પણ તે અપહાર કરતી હતી. વળી હું એમ માનું છું કે, તેની રચનામાં વિધિને બહુ પ્રયાસ વેઠ પડ્યો હશે. પરંતુ તે બહુ દુર્ભાગી હતી. તેથી કેઈપણ પુરૂષ તેની તરફ દષ્ટિ પણ કરતા નહે. હવે પુત્રીની એગ્ય ઉંમર જોઈ તેના માતાપિતાએ વિવાહ માટે બહુ પ્રયાસ કર્યો પણ તે વરાકીને કે સ્વીકારતું નથી ! વળી તે અનંગ સુંદરી કામાગ્નિની પીડાને નહી સહન કરતી હમેશાં પરપુરૂષની પ્રાર્થના કરતી હતી અને લેકે પણ આ પ્રમાણે તેને દુરાચાર જોઈ આ કુલટા છે એમ બેલવા લાગ્યા. તે અપવાદ સાંભળી પોતે બહુ દુ:ખી થવા લાગી. તેમજ તેની સખીઓ પણ હસે છે. તેથી તે બહુ લજ્જા પામવા લાગી.