________________
(૩૯)
શ્રીસુપાશ્વનાથચરિત્ર ' કરતાં શ્રેષ્ઠ ગણાય છે. વળી શીલથી ભ્રષ્ટ થયેલા પ્રાણીના જીવનની માફક ગ્રહણ કરેલા વ્રતને ભંગ પણ અનુચિત છે. હાલતાં ચાલતાં તેમજ કેઈપણ કાર્યકરતાં મન, વચન અને કાયાથી હમેશાં ઉપયોગ શૂન્ય થવું નહીં. વળી જેમ જેમ વ્રત સંબંધી પરિણામની વૃદ્ધિ થાય, અતિચારે ન લાગે તેમજ વિતિની વિશુદ્ધિ થાય તેવી રીતે ઉપગ રાખવે. વળી જેઓ વિશેષ વ્રત પાળવામાં નિરં. તર ઉઘુક્ત રહે છે તેવા સાધુ મહાત્માઓને ધન્ય છે. કારણકે, તેઓ દેહ ત્યાગ કરે છે. પરંતુ જીવન પર્યંત કિંચિત્ માત્ર પણ પાપાચરણ કરતા નથી. તેમજ શરીર સંબંધી સર્વ અલંકાર જેમણે ત્યાગ કર્યો છે. વિષયથી વિરક્ત થયેલા, સમગ્ર સાવદ્ય વ્યાપારથી વિમુખ થયેલા અને તપ સંયમમાં તત્પર એવા મુનીં. દ્રો વાંછારહિત કાળ નિર્ગમન કરે છે. વળી જે પુરૂષ ચતુરંગ સહિત પષધવ્રત નિર્દોષપણે પાળે છે તે અલ્પ સમયમાં ગાઢ કર્મરૂપી તૃણ રાશીને બાળી નાખે છે. તેમજ પુણયશાળી એવા ભવ્ય પુરૂષે દુ:ખના સાગરરૂપી ગૃહ વ્યાપારનો ત્યાગ કરી પવિત્ર તિથિઓમાં અતિચાર રહિત સમગ્ર દેશને હરનાર તથા દુ:ખને વારનાર એવા પિષધવ્રતનું પાલન કરે છે. इति पौषधव्रतातिचारविपाके वैश्रमणपुत्राणां कथानकं समाप्तम ।। तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्र
विशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमदबुद्धिसा. गरमूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानको
विदजैनाचार्यश्रीमदूअजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्ताऽतिचारव्याख्योपेतं तृतीयशिक्षा व्रतं समाप्तम्।।