________________
(૩૭૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર વિનાની ક્રિયા, સુગંધ વિનાનાં પુષ્પ, વૈભવ વિના ભોગસુખ, નીતિહીન રાજા, અને મધુર રચના વિનાની વાણી જેમ શોભાયાત્રા થતી નથી, તેમ મનુષ્ય જન્મ પણ ધર્મ રહિત શોભતે નથી. માટે હે સુભગ ! હુને હવે આજ્ઞા આપે ? જેથી હું દીક્ષા ગ્રહણ કરીને આત્મહિત કરું. તે સાંભળી વિમલ બે, હે પ્રિયે! કેઈ સમયે પણ હેરી આજ્ઞાને ભંગ હારે ને કરે એ પ્રમાણે મહે પ્રતિજ્ઞા કરી છે. પરંતુ હે સુતનુ ! એ કાર્ય આપણે બન્ને સાથેજ કરવાનું છે. તેથી હાલમાં કેટલાક દિવસ તે વિલંબ કર. જેથી સાતે ક્ષેત્રમાં પોતાનું ધન વાપરીને આપણે નિવૃત્ત થઈએ. તે પ્રમાણે ધનશ્રીએ પણ સાતે ધર્મસ્થાનોમાં પોતાના દ્વવ્યને નિગ કર્યો. ત્યારબાદ સર્વ ધનની વ્યવસ્થા કરીને શ્રીપ્રભા અને ધનશ્રી સહિત વિમલ શ્રેષ્ઠીએ ઉત્તમ મુહૂર્તમાં સદગુરૂની પાસે જઈ વિધિપૂર્વક દીક્ષા લીધી. અનુક્રમે દુષ્કર તપશ્ચર્યા કરીને પર્યતમાં અનશન પાળી ત્રણે જણ સૈધર્મ દેવલેકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયાં. પછી ત્યાંથી નીકળી શ્રીપ્રભા અહીં હારી આ દીકરીપણે ઉત્પન્ન થઈ છે. અને તે આ ભવમાં પણ પૂર્વના દુષ્કૃતને લીધે અતિ દુર્ભાગીણ થઈ છે. એ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળીને તે કન્યા(અનંગસુંદરી) ને જાતિ મરણ જ્ઞાન થયું. અને તે અનંગસુંદરી કન્યા સૂરિ પ્રત્યે બાલી, હે પ્રભો ! જે આપે કહ્યું તે યથાર્થ છે. તે સંબંધી કંઈ પણ સદેહ નથી. માટે કૃપા કરી હવે આને દીક્ષા આપી કૃતાર્થ કરે, જેથી હું હારા કર્મ વૃક્ષને નિર્મૂળ કરું. ત્યારબાદ તેના પિતાના કહેવાથી સૂરિએ તેને દીક્ષા આપી. પછી સેમચંદ્ર શ્રેણીઓ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. બાદ સૂરિએ સર્વ વ્રતના અતિચારનું સ્વરૂપ બતાવ્યું. ત્યારબાદ શ્રેણી ગુરૂ મુખથી સદુપદેશ ગ્રહણ કરી ગુરૂને વંદન કરી પોતાને ઘેર ગયે.