________________
મલય તુનીકયા.
(૩૮૧)
પાર કરીશ. વિદ્વાન્ · આલ્બેા, હે નરેશ્વર ! એક માસના મ્હને અવધિ આપેા. રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું ....
ત્યારબાદ અમરગુરૂ પાતાને ઘેર ગયા. પરંતુ ચિંતાને લીધે ભાજન પણ કરતા નથી, તેમજ રાત્રીએ નિંદ્રા પણુ લેતા નથી. આ પ્રશ્નના પ્રત્યુત્તર કેવી રીતે જાણવા, એમ વિચાર કરતા એક દિવસ તે રાત્રીએ સુઇ ગયા. તે સમયે ઉત્તર દિશામાં ગમન કરવાથી આ મામતનું હૅને જ્ઞાન થશે એવા શબ્દ તેના સાંભળવામાં આન્યા. એટલે તરતજ તે ઉઠીને ઉત્તર દિશામાં ચાલતા થયા. આગળ ચાલતાં મામાં એક બ્રાહ્મણ મન્યા. અમર ગુરૂએ પૂછ્યું, હું બ્રાહ્મણુ ! તમ્હારે કયાં જવું છે ? બ્રાહ્મણુ ખેલ્યા, હું અમુક ગામ જાઉં છું અને રહીશ પણ તે ગામનાજ છું. પછી બ્રાહ્મણે પુછ્યુ, હે પતિરાજ ! તમ્હારે કયાં જવું છે ? અમર ગુરૂ ખેલ્યા, તમ્હારા ગામથી પણુ મ્હારે તે આગળ જવાનુ છે. બ્રાહ્મણુ ખેલ્યા, ત્યારે તે બહુ સારૂ થયુ. આપણુ બન્ને સાથેસાથે ચાલ્યા જઇશું, એમ વાર્તાલાપ કરતા તેઓ ચાલ્યા જતા હતા, તેવામાં એક નદી આવી એટલે અમરગુરૂએ જોડા હાથમાં ઝાલેલાં હતા, તે પાણી આવ્યું એટલે પગમાં પહેરી લીધા. અને બ્રાહ્મણે પહેરેલા જોડા હાથમાં લઇ લીધા. હવે અમરગુરૂની વિપરીત ક્રિયા જોઇ બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે, દરેક લાકે પગમાંથી જોડા કાઢી નાંખીને પાણીમાં ચાલે છે, અને એણે આમ વિપરીત કેમ કર્યું ? અથવા આ ખામતની ચિંતા મ્હારે શા માટે કરવી જોઈએ ? એમ પેાતાના મન સાથે સમાધાન કરી વિદ્વાન સાથે આગળ તે ચાલતા હતા, તેટલામાં બહુ તાપને લીધે બન્ને જણુ બહુ છાયા વાળા એક વૃક્ષની નીચે ગયા. પછી અમરગુરૂ છત્રી ઉઘાડીને
અમરગુરૂની તપાસ